Amreli,તા.14
અમરેલી એલ.સી.બી.પોલિસ ઇન્સ. સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે બાતમી મળેલ કે, ખાંભા પોલિસ સ્ટેશનના ગુનામા નાસતો ફરતો આરોપી દિપકભાઇ જગદીશભાઈ ખત્રી (રહે.સુઇગામ જિ.બનાસકાંઠા) વાળો ગાંધીનગર ખાતે હોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ ટીમ ગાંધીનગર ખાતે જઈ આરોપીને એન્ટેલીયા એપાર્ટમેન્ટ, રીધમ હોસ્પિટલ, રાયસણ, ગાંધીનગર ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ખાંભા પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે.

