Amreli,તા.14
અમરેલી ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સમગ્ર અમરેલી શહેરએ નવા કલેવર ધારણ કર્યા છે. જેમાં અમરેલી શહેરની મધ્યમાં આવેલ શહેરના ગાંધીબાગ પણ દેશભક્તિના રંગે રંગાયો છે.
ગાંધીબાગના નવીનીકરણથી નગરજનો પરિવાર સાથે ગાંધીબાગનો વિશેષ લાભ લઈ રહ્યા છે. વહેલી સવારથી શરૂ થતા યોગાભ્યાસથી રાત્રીના મોડે સુધી લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
પ્રવેશદ્વારથી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધીનો રંગબેરંગી લાઈટોથી તિરંગા પથ તૈયાર કરી,સમગ્ર પરિસરને ત્રિરંગા કલરથી આચ્છાદિત કરવામાં આવેલ છે, જેના લીધે રાત્રીના સમયે ગાંધીબાગનો અલગ નજારો જોવા મળે છે.

