જીતુ પરમાર Mangrol તા.૧૭
માંગરોળમાં મારુતિધામ સ્થિત શ્રી હનુમાનજી મંદિર ખાતે આંબા મનોરથનો ભવ્ય આયોજન કરવામાં આવ્યુ ,શ્રી બજરંગ મડળ દ્વારા હનુમાન જી મહારાજ ને આંબા ધરવામાં આવ્યા હતા અને સમગ્ર મંદિરમાં આંબા નો સુંદર શણગાર સાથે ભક્તો માટે દશઁન ખુલ્લા મુકવામાં આવતા બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.આ નવ નિર્માણ મારૂતિ ધામ થી ઓળખાતા આ મંદિરને આંબા કેરી થી સજાવવામાં આવ્યું હતું સાજે મહાઆરતી બાદ દર્શનાર્થે આવેલ તમામ ભક્તોને કેરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ આ આંબા મનોરથના નો લાભ લેવા મહિલાઓ ભાઈઓ મોટી સંખ્યા દર્શને ઉમટી પડ્યા હતા.

