New Delhi,તા.17
રાજયસભાના ઉપાધ્યક્ષ પદે ફરી એક વખત હરીવંશ નારાયણસિંહને જવાબદારી આપવામાં આવી છે. સંસદનાં ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ નિયુક્ત સભ્યને ઉપસભાપતિ બનાવાયા છે.
અગાઉ આ પદ પર રહી ચુકેલા હરીવંશ નારાયણસિંહ ઉપલા ગૃહમાંથી નિવૃત થતા જનતાદળ યુ એ તેને ફરી ટિકીટ આપી ન હતી. પરંતુ સરકારે એક નિર્ણયમાં હરીવંશ નારાયણસિંહને આ ગૃહમાં નિયુક્ત કર્યા હતા અને તે રીતે તેમને ઉપસભાપતિ તરીકે જવાબદારી પણ પાછી સોંપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમને આવકારતા કહ્યું કે હરીવંશ નારાયણસિંહનો અનુભવ સદનમાં લાભ મળશે. શ્રી હરીવંશ નારાયણ બિહારના છે અને જયપ્રકાશ નારાયણના અનુયાયી છે તથા ચંદ્રશેખર સાથે પણ કામ કરી ચૂકયા છે.
રાજયસભામાં હરીવંશ નારાયણસિંહને આવકારતા સમયે વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ લોકસભામાં 2019થી ઉપાધ્યક્ષનું પદ ખાલી છે તેના તરફ વડાપ્રધાનનું ધ્યાન દોર્યુ હતું જો કે વડાપ્રધાને તેમને કોઈ જવાબ આપ્યો ન હતો.

