Ahmedabad,તા.5
પોલીસએ વધુ એક હાઈપ્રોફાઈલ દારૂની મહેફીલ પર રેડ પાડી છે. અમદાવાદ પોલીસે નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમ્યાન 81 યુવક યુવતીઓની અટકાયત કરી હતી.આ મહેફિલ AVની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી. જેમાં દારૂ હુકકો જપ્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ ‘AV’ની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યા 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે.
અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે.
અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે અને તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.
આ પહેલા પણ અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચાર યુવતી સહિત 16 નબીરા મળ્યાં હતાં, જ્યારે પાંચ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે બે કલાકમાં પાંચેય પોલીસ સમક્ષ હાજર થતાં તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા.
અમદાવાદના બોપલ પોલીસે મોડીરાતે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાં કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતા.

