Mumbai,તા.29
આયર્લેન્ડ ક્રિકેટ માટે 26 અને 27 જૂન, 2026ના 24 કલાક ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. પહેલા આયર્લેન્ડની પુરુષ ટીમે મજબૂત ભારતીય ટીમને હરાવીને ચમત્કાર કર્યો હતો. આ ઐતિહાસિક જીતના બરાબર 24 કલાક પછી આયર્લેન્ડની
બેલફાસ્ટમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડની પુરુષ ટીમે ભારતને 34 રનથી હરાવીને મોટી સફળતા મેળવી હતી. ભારત સામે સતત 11 મેચ હાર્યા બાદ આયર્લેન્ડને આ પહેલી જીત મળી હતી, ત્યારે આ મહાન વિજયની ખુશીમાં વધુ એક ખુશી ઉમેરાઈ ગઈ છે. બ્રિસ્ટલના મેદાન પર આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને બીજો મોટો ઉલટફેર કરી દીધો.
ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ચૂકેલી આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો આપ્યો છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે વેસ્ટ ઈન્ડિઝને આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી, પરંતુ આયર્લેન્ડની શાનદાર બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી. આયર્લેન્ડ તરફથી કારા મરેએ 13 રન આપીને 2 વિકેટ અને એમી મેગ્વાયરે 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
129 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન ગેબી લુઈસ માત્ર 26 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ઓરલા પ્રેન્ડરગાસ્ટે બાજી સંભાળી હતી. તેણે માત્ર 44 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમીને મેચનું પાસું પલટી નાખ્યું હતું અને આયર્લેન્ડે 19મી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી લીધી હતી.
આયર્લેન્ડની મહિલા ટીમ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ તેમની સૌથી પહેલી જીત છે. આ પહેલા આયર્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સતત 21 મેચ હારી ચૂકી હતી. આ હાર સાથે જ વેસ્ટ ઈન્ડિઝ માટે સેમિફાઇનલની રેસ મુશ્કેલ બની ગઈ છે અને હવે ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડમાંથી કઈ ટીમ આગળ જશે તેનો નિર્ણય આગામી મેચ પર રહેશે.

