Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»વર્ષ 2026 નું રાશિ ભવિષ્ય
    ધાર્મિક

    વર્ષ 2026 નું રાશિ ભવિષ્ય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 30, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈસ. 2026વિક્રમ સવંત 2082/83 1947/48: અશાંતિ, સંકટનુંવર્ષ  અને, ( 2025 કરતા પણ વધારે ખરાબ રહેશે ) 

    પ્લેટિનમ નો ભાવ ઉચકાશેસોના, ચાંદીમાંઉથલપાથલ રહેશે, જમીન અને પ્રકૃતિમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનશે, અવકાશ અને વૈજ્ઞાનિક હલચલ, ધરતીકંપ અને લાવારસ વધુ જોવા મળશે. 

     શિક્ષણ ક્ષેત્ર કથળતુંદેખાયઅનેક બેંકોનું વિસર્જન, આર્થિક ક્ષેત્રમાં મહામંદી,શેર માર્કેટ,કોમોડિટી,બીટકોઈન,મ્યુચ્યુઅલ ફંડ દરેક માર્કેટડાઉન થશે જ્યોતિષશાસ્ત્ર, તંત્ર મંત્ર માં વધુ માનતા થશે,

    વર્ષ 2026 વિશ્વ માટે સામાન્ય નહીં પરંતુ ચેતવણીરૂપ સાબિત થવાનીસંભાવનાઓ દર્શાવે છે. આ વર્ષમાં આર્થિક, પ્રાકૃતિક, વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રે એકસાથે ઉથલપાથલ જોવા મળી શકે છે.લીલો દુકાળ વધુ પડતી ગરમી નો પ્રકોપ રહેશે.આત્મનિર્ભરતાવધુ જોવા મળશે.

    આર્થિક ક્ષેત્રમાં કંપન

    આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી બેંકોમાં ઉઠમણું થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નાણાંની પ્રવાહિતા ઘટશે અને સામાન્ય નાગરિકોની બચત તથા રોજગાર પર સીધી અસર પડશે. આર્થિક નુકસાન વધતા લોકોનો સરકાર અને નાણાકીય વ્યવસ્થાઓ પરથી વિશ્વાસ ડગમગતો જોવા મળશે. પરિણામે લોકો આત્મનિર્ભર બનવા તરફ વળશે અને વિદેશ ગમનના પ્રયત્નો વધશે.

    જમીન અને પ્રકૃતિમાં અસામાન્ય ઘટનાઓ

    ભૂગર્ભમાં મોટા ફેરફારો નોંધાશે. જમીનમાંથી નવા પ્રકારના ખાતર, ખનિજ અને રસાયણિકપદાર્થો બહાર આવવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં જમીન ખસકવાની ઘટનાઓ, લાવારસ અથવા ભૂગર્ભ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.

    આ વર્ષે હવામાનમાં પણ અસંતુલન રહેશે. ઠંડીનો પ્રકોપ વધશે, તો બીજી તરફ ગરમીનો પારો ઉંચા સ્તરે પહોંચશે. ખેતી ક્ષેત્રે આ સ્થિતિને કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

    અવકાશ અને વૈજ્ઞાનિક હલચલ

    અવકાશ ક્ષેત્રે નવી નવી પ્રવૃત્તિઓ જોવા મળશે. ઉપગ્રહો, અવકાશયાન અને અજાણી સંકેતોને લઈને વૈજ્ઞાનિક ચર્ચાઓ તેજ બનશે. એલિયન વિષયક ચર્ચાઓ પણ વધશે, જે સમાજમાં ઉત્સુકતા સાથે સાથે ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે. લોકો વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફ વધુ આકર્ષિત થવાની શક્યતા છે.

    સમાજ અને માનસિક સ્વાસ્થ્ય

    સામાજિક સ્તરે અસંતોષ વધતો જોવા મળશે. લોકો તંત્ર–મંત્ર–યંત્ર–શાસ્ત્ર તરફ વધુ વળતા થશે, જ્યારે પરંપરાગત શિક્ષણનું મહત્વ ઘટતું જશે. મહેનત છતાં પરિણામ ન મળવાની લાગણીના કારણે માનસિક તણાવ, નિરાશા અને આત્મહત્યાનાબનાવોમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હિંસા અને અશાંતિ પણ વધવાની શક્યતા છે.

    બદલાતા વ્યવસાય અને નવા માર્ગ

    આ સંકટ વચ્ચે વ્યવસાય ક્ષેત્રે નવિનતા અને નવા વિચારોનો ઉદય પણ થશે. નવા મોડેલ, સ્વરોજગાર અને ટેક્નોલોજી આધારિત વ્યવસાય વિકસશે, જે આવનારા સમય માટે નવી દિશા આપશે.

    વર્ષ 2026 માનવજાત માટે એક કસોટીરૂપ સમય બનવાની સંભાવના ધરાવે છે. આ વર્ષ સૂચવે છે કે હવે સમાજે વધુ સચેત, સંયમી અને આત્મનિર્ભર બનવાની જરૂર છે. સંકટ સાથે સંભાવનાઓ પણ છુપાયેલી છે — પ્રશ્ન માત્ર એ છે. કે આપણે કઈ દિશા પસંદ કરીએ છીએ.

    રાશિ ભવિષ્ય

    • મેષ રાશિ ( અ લ ઇ ) :- દરેક આશા ઠગારી નીવડે કરેલા કર્મોનું ફળ ના મળે ધર્મ, તંત્ર, મંત્ર, યંત્ર તરફ વળવું પડે ક્યારેક બીજાનું સાંભળી લેવાથી ફાયદો મળી રહેશે સ્વતંત્ર વ્યવસાયમાં સારું રહે આર્થિક સ્થિતિ મધ્યમ રહે પોલિટિક્સમાં ધારેલા કાર્યો ન થાય.

    જૂની શારીરિક પીડા હોય તો તેમાંથી મુક્તિ મળે બાળકોના સ્વાસ્થ્યમાં વિશેષ ધ્યાન રાખવું સ્ત્રીઓએ વિશેષ ધ્યાન રાખવુ.

    સ્ત્રીઓ એ વધારે કર્મ કરવું પડે નોકરી કરતી સ્ત્રીઓને વધારે કષ્ટ પડે જે સ્ત્રીઓ પરિવારને એક કરવા મહેનત કરતી હોય તેમને સફળતા મળશે.

    • વૃષભ ( બ,વ,ઉ ) :- વાણી વર્તન પર સંયમ રાખો. ધારેલા કાર્યો પૂર્ણ થશે બીજાને મદદ કરી શકશો વ્યવસાય પર વિશિષ્ટ ધ્યાન આપવું. નાણાકીય નુકસાનની શક્યતાઓ વધારે છે.  નોકરી જવાના યોગ બની રહ્યા છે. સરકારી ખાતા સાથે જોડાયેલા છે તેમને વિશેષ ધ્યાન રાખવું.

    આ વખતે શારીરિક પીડાઓ વધુ હશે જુના રોગ ફરી દેખાશે થાક લાગવો ડાયાબિટીસ, બીપી ની તકલીફ વધુ જોવા મળશેસ્ત્રીઓને ધારેલી સફળતા મળશે વ્યવસાયમાં આર્થિક સ્થિતિમાં ઉંચા આવશો ન ધારેલી આફતો જોઈ શકશો પુરુષો પર વિશ્વાસ નઠારો નીકળશે.

    • મિથુન ( ક,છ,ઘ ) :- આર્થિક સ્થિતિ સારી થશે દરેક વિચારેલાકાર્યો પૂર્ણ થશે ધીમી સફળતા મળશે વ્યવસાયમાં સારો નફો જોવા મળશે અન્ય પર કરેલો વિશ્વાસ ઠગારો નીકળશે. વાણી વર્તન સારા જ હશે નોકરીમાં ઉચ્ચ પદ મળી શકશે.

    જૂની શારીરિક પીડાઓ માંથી રાહત મળશે.. પુરુષોમાં ઓપરેશન કરાવવા પડશે. બાળકોને વિશેષ ધ્યાન રાખવું.સ્ત્રીઓને વ્યવસાયમાં આર્થિક સ્થિતિમાં સારો લાભ નોકરિયાતને લાભ રહેશે અચાનક ધન મળશે મિલકત યથાવત રહેશે તેમાં સુધારા વધારા કરી શકશો.

    • કર્ક ( ડ,હ ) :- સરકારી નોકરી જવાના યોગ બને છે. આર્થિક ઉપાર્જન કરી શકો. એક યા બીજી રીતે અન્ય લોકો મદદ કરી શકે બીજા પર વિશ્વાસ રાખવો જરૂરી છે. વ્યવસાયમાં ધીમી ગતિએ પ્રગતિ જોવા મળશે. વિદેશ યોગ બનશે પ્રવાસ સારો રહેશે.

    શારીરિક પીડાઓ વધુ જોવા મળશે સર્જરી કરવી પડશે. બાળકોનું વિશેષ ધ્યાન રાખોસ્ત્રીઓ ધારેલું કાર્ય કરી શકશે છેલ્લા ઘણા સમયથી જે તકલીફ હતી તેમાંથી બહાર આવી શકશો. એક યા બીજી રીતે એક બીજી સ્ત્રીઓને મદદ કરી શકશો બીજા પર વિશ્વાસ રાખવાથી સારું રહેશે.

    • સિંહ ( મ,ટ ) :- કેમિકલ સાથે સંકળાયેલા વ્યક્તિને આર્થિક નફો રહેશે પ્રોપર્ટીના વ્યવસાયમાં વધુ સફળતા મેળવી શકશો વિશ્વાસઘાત થવાની શક્યતા સંપૂર્ણ રહેશે કોઈએ કરેલા કર્મોનું ફળ ભોગવવું પડશે. રાજકારણમાં લીધેલાનિર્ણયો સંપૂર્ણપણે ઠગારા નીકળશે

    આ વર્ષે નવા નવા રોગનો ઉદ્ભવરેસે તેમાં કોઈ પ્રકારની રાહત જોવા મળશે નહીં બાળકો પર વિશેષ ધ્યાન રાખોસ્ત્રીઓએ ઘર તરફ વિશેષ ધ્યાન આપવું પતિ તથા બાળકોમાં તમારા નિર્ણયો ભારી પડી શકે છે. વિદેશ જવું છે તેમની માટે સારું.

    • કન્યા ( પ,ઠ,ણ ) :- એક યા બીજી રીતે પોતે જ પોતાનું નુકસાન કરશો તમારા નિર્ણયો બીજા માટે પણ અયોગ્ય રહેશે સરકારી ખાતામાં આક્ષેપો લાગી શકે છે. નીચું જોવાનું થશે નોકરી છૂટી જવાના યોગ બને છે. કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વધુ સારું રહેશે વિદેશ જવાના પ્રયાસો મા સફળતા મળશે.

    જુના હઠીલા રોગો ફરી  દેખાશેશારીરિકમાં રાહત થવાની જગ્યાએ વધુ તકલીફ રહેશે સ્ત્રીઓએ વિશેષ ધ્યાન રાખવું

    જે સ્ત્રીઓ સ્વનિર્ભર છે. તેમની માટે સારું સામાન્ય રીતે નોકરી કરતી મહિલાઓને તકલીફ રહેશે ઘરમાં કજીયા કંકાસ જોવા મળશે અને અન્ય આક્ષેપો લાગે જે પીડાઓ સહી ના શકાય એવી ઘટનાઓ બનશે.

    • તુલા ( ર,ત ) :- એક યા બીજી રીતે હેરાન ગતી રહેશે વ્યવસાયમાં આર્થિક નુકસાન નોકરી જવાના યોગ બને છે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને પણ આ વર્ષે નુકસાની રહે વિચારો માં મતભેદ રહેશે વાણી પણ સંયમ રાખવો મંત્ર તંત્ર યંત્રનો ઉપયોગ જરૂરી છે. વિધિ વિધાન કરવાથી સારું રહેશે. પ્રોપર્ટીઓવેચવી પડશે. ઘરમાં વર્ચસ્વ ઓછું થતું લાગશે.

    શારીરિક પીડાઓમાં વધારો થશે નાના મોટા ઓપરેશન કરાવવા પડશે એક યા બીજી રીતે શારીરિક તકલીફ રહેશે સ્ત્રીઓએ વધારે પીડા ભોગવી પડશે બાળકોમાં દવાથી રાહત રહેશ

    સ્ત્રીઓને થોડીક રાહત રહેશે આ વર્ષે પનોતી માંથી મુક્તિ મળશે આર્થિક ઉપાર્જન કરી શકશો. ઘરમાં નાના-મોટા કલેશ રહેશે તેનું નિવારણ તમારા હાથમાં છે. વિદેશ જવા માટે તૈયારી કરવી

    • વૃશ્ચિક ( ન,ય ) :- આત્મવિશ્વાસ તૂટતો હોય તેવું લાગે જેટલું કરશો તેટલું નુકસાન વ્યવસાયમાં આર્થિક નુકસાન બીજા પર વિશ્વાસ નુકસાન કારક છે. તરપિંડીના ભોગ બનો આ વર્ષે ખૂબ જ મોટી થપાટ મારશે પ્રેમમાં નિષ્ફળતા મળે બીજાને આપેલા દગા નું ફળ આ વર્ષે  મળશે. જો કોઈનું  આર્થિક નુકસાન કર્યું હશે તો તે બમણું ભોગવવું પડશે કોઈનો આત્મા દુબાયો હશે તો તેનું પરિણામ આ વર્ષે મળશે

    શારીરિક પીડાઓમાં વધારો થશે સ્ત્રીઓએ વિશેષ ધ્યાન રાખવું સમય રહેતા જો ઓપરેશન કરાવવાનું હોય તો કરાવી લેવું.

    સ્ત્રીઓએ આત્મનિર્ભર રહેવું આર્થિક બચત કરી શકશો જેથી આત્મવિશ્વાસ વધશે એક કરતાં વધારે કાર્ય કરી શકશે પરિવારમાં મદદ કરી શકશો. બાળકો પર વધુ ધ્યાન આપો વડીલોને વિશેષ તકલીફ રહેતી હોય તો તેના પર ધ્યાન આપો

    • ધનુ ( ભ,ધ,ફ,ઢ ) :- બીજા પર વિશ્વાસ કરવો નહીં પોતે કરેલા કાર્યોનું ફળ આ વર્ષે મળશે લોખંડ મશીનરી સાથે કામ કરશો તો આર્થિક નુકસાન જોવા મળશે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને આ વર્ષે આર્થિક સારું રહેશે બાળકો પર ભણતર પર ધ્યાન આપો રાજકારણીઓ આ વર્ષે અપમાન સહન કરવું પડે આર્થિક નુકસાન વધુ પોલીસ કે કોર્ટ કચેરી પણ થઈ શકે છે.

    શારીરિક તકલીફો નું નિરાકરણ મળી શકશે સમય રહેતા યોગ ધ્યાન કરવાથી સારું રહેશે બાળકો પર વિશેષ ધ્યાન રાખો સ્ત્રીઓને આ વર્ષે નાની મોટી તકલીફો રહેશે.

    જે સ્ત્રીઓ સામાજિક કાર્ય કરે છે. તેનું માન સન્માન વધે સરકાર તરફથી કોઈ મોટી સહાય મળી રહે ઘર તરફ વધુ ધ્યાન આપવું પિતા કે માતાને તકલીફ હોય તો તેમને મદદ કરવી.

    • મકર ( ખ,જ ) :- વ્યવસાયમાં રોકાણ કર્યું હોય તો તેમાં નુકસાની ઉઠાવશે દરેક કાર્યમાં નિષ્ફળતા મળે લોકો તરફથી દરેક જગ્યાએથી મદદ મળવી મુશ્કેલ બનશે પોતાના લીધેલાનિર્ણયો પોતે જ ભોગવવા પડશે એક યાદ બીજી રીતે જો સ્ત્રીઓને નુકસાન કરેલું હશે તો આ વર્ષે તેનું વિશેષ ફળ નુકસાન સાથે મળશે સરકારી નોકરીયાતને લાભ રહેશે

    શારીરિક પીડાઓમાં વધારો જોવા મળશે એક્સિડન્ટ, પાણીની ઘાતનો યોગ બને છે. ઓપરેશન થી રાહત રહેશે જુના રોગો ફરી જોવા મળશે

    સ્ત્રીઓની ધીરજ હવે ખૂટતીદેખાશે તેમના બોલેલા વાક્યો બીજા માટે ફાયદાકારક રહેશે તેમની કરેલી મહેનતનું ફળ તેમને મળશે.

    • કુંભ ( ગ,સ,શ,ષ ) :- આ વર્ષે પણ આર્થિક નુકસાનના યોગ બને છે. વ્યવસાયમાં ધીમી ગતિએ પ્રગતિ શહેર બદલવાથી આર્થિક લાભ રહેશે પોતે કરેલી મહેનત આ વર્ષે દેખાશે ઘણા લાંબા સમયથી કોઈ કાર્યકર્તા હો તો તેમાં સફળતા જોઈ શકશોપ્રોપર્ટીવેચવી પડશે શિક્ષણ ક્ષેત્રે સારું રહેશે.

    શારીરિક પીડાઓ યથાવત રહેશે આ વખતે થોડુંક ધ્યાન રાખશો તો તેમાંથી મુક્તિ મળશે બાળકોને કફ શરદી ના યોગ વધુ બનશે સ્ત્રીઓને યથાવત રહેશે

    સ્ત્રીઓ ધારે તેવી સફળતા મેળવી શકશે આર્થિક ઉપાર્જન સારું રહેશે પરિવારમાં કોઈ કાર્ય કરવું હશે તો તેમાં સારું માન સન્માન મળી શકશે નોકરી કરતી સ્ત્રીઓને બદલી થવાના યોગ છે.

    • મીન ( દ,ચ,થ,ઝ ) :- પોતે કરેલા કર્મોનું ફળ મળે બીજાને નુકસાન કરવા જતા પોતાનું જ નુકસાન થાય વિચાર વાયુ વધે કોઈ પ્રકારની મદદ મળે નહીં વ્યવસાય કરતી સ્ત્રીઓને આ વર્ષા આર્થિક નુકશાન નોકરી જવાના યોગ રાજકારણમાં સારું વિદેશ જવા માટેના કરેલા પ્રયત્નો નિષ્ફળ જશે

    શારીરિક પીડાઓમાં વધારો થશે બાળકો માટે એક યા બીજી રીતે તકલીફો વધતી રહેશે સ્ત્રીઓનેહઠીલા રોગો જોવા મળશે

    સ્ત્રીઓમાં પોલીસ કેસ કોર્ટ કેસ કે જેલના યોગ બને છે. નાણાકીય નુકસાન વધુ જોવા મળશે માનસિક પીડાઓ વધુ રહેશે સરકારી નોકરિયાત ને લાભ રહેશે ભગવાનમાં માનતા થશે મંત્ર તંત્ર યંત્ર માં વધુ રસ લેશે. 2026 એ વર્ષ યાદ અપાવે છે. કે કર્મથી કોઈ બચી શકતું નથી. જ્યાં પ્રયત્નો નિષ્ફળ લાગે, ત્યાં ધર્મ, સંયમ અને સચેત જીવનશૈલી જ સાચો માર્ગ બતાવે છે. આશા કરતાં શ્રદ્ધા વધુ કામ આવશે.

    (દેસાઈ કૌશલ્યારમેશચંદ્ર)

    Desai Kaushalya Ramesh Chandra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.