Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૩૦ વર્ષ કામ પાછળ દોડ્યો, પરિવારને સમય ન આપી શક્યોઃ Aamir Khan
    મનોરંજન

    ૩૦ વર્ષ કામ પાછળ દોડ્યો, પરિવારને સમય ન આપી શક્યોઃ Aamir Khan

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૪

    બોલિવૂડ અભિનેતા આમિર ખાન સિંગાપોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ૩૦ વર્ષના ફિલ્મી કરિયર અને પરિવાર સાથેના સંબંધો વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્વીકાર્યું કે ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેવાને કારણે તેઓ પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શક્યા નહીં. કોવિડ-૧૯ મહામારી દરમિયાન તેમને પહેલી વાર અહેસાસ થયો કે કામ પાછળની દોડમાં જીવનનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષો પસાર થઈ ગયાં છે.આમિર ખાને કહ્યું કે કોવિડ દરમિયાન જ્યારે તેઓ શાંતિથી બેસીને પોતાના જીવન વિશે વિચારી રહ્યા હતા, ત્યારે તેમને સમજાયું કે જીવનનાં લગભગ ૩૦ વર્ષ કામમાં જ પસાર થઈ ગયાં છે. એક કે બે વર્ષ અથવા વધુમાં વધુ પાંચ વર્ષ સુધી કોઈ કામ પાછળ સંપૂર્ણ રીતે સમર્પિત રહેવું સમજી શકાય, પરંતુ ૩૦ વર્ષ સુધી સતત એવું જ ચાલે તો તેની અસર અંગત સંબંધો પર પડે છે. આમિરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમનાં બાળકો મોટાં થઈને પુખ્ત વયનાં થઈ ગયાં હતાં. ત્યારે તેમને પરિવાર સાથે સમય ન વિતાવી શકવાનો અને સંબંધોમાંથી ઘણું ગુમાવ્યાનો ઊંડો અહેસાસ થયો હતો. આ વાત કરતાં આમિરની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જોકે, તેમણે રાહત વ્યક્ત કરતાં કહ્યું કે આ અહેસાસ તેમને ૫૬ વર્ષની ઉંમરે થયો, ૮૬ વર્ષની ઉંમરે નહીં. તેમના મતે, જો આ સમજણ જીવનમાં બહુ મોડેથી આવી હોત, તો ઘણું બધું સુધારવા માટે સમય જ ન રહ્યો હોત.આમિર ખાને પોતાની કારકિર્દીના શરૃઆતના દિવસો પણ યાદ કર્યા હતા. વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ની સફળતા પછી તેમણે માત્ર છ મહિનામાં નવ ફિલ્મો સાઇન કરી લીધી હતી. શરૃઆતમાં આ મોટી તક લાગી હતી, પરંતુ પછી કામનો બોજ વધવા લાગ્યો હતો. એક પછી એક ફિલ્મો બોક્સ ઑફિસ પર નિષ્ફળ જતાં આમિર પર અપેક્ષાઓનું દબાણ વધ્યું હતું. તેમને ડર લાગતો હતો કે લોકો તેમને માત્ર એક સફળ ફિલ્મ આપનાર અભિનેતા તરીકે જ યાદ રાખશે.આમિરે જણાવ્યું હતું કે તે સમયે તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે જાણે કોઈ દલદલમાં ફસાઈ ગયા હોય એવું અનુભવતો હતો. તેમાંથી બહાર નીકળવા જેટલો વધુ પ્રયાસ કરતો, એટલો જ ઊંડા ફસાતો જતો હોવાનો અનુભવ થતો હતો. એક પછી એક ફિલ્મો નિષ્ફળ જતાં તે ઘરે જઈને પહેલી પત્ની રીના દત્તા સામે રડી પડયાનો પણ દાવો કર્યો હતો.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRamayanaના મેગા બજેટ સામે બોક્સ ઓફિસનો મોટો પડકાર
    Next Article હુમલો થશે તો દરિયાઈ ઈન્ટરનેટ કેબલ તોડીશું, Iranની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ramayanaના મેગા બજેટ સામે બોક્સ ઓફિસનો મોટો પડકાર

    October 24, 2026
    મનોરંજન

    Kangana અને માધવન વગર બનશે તનુ વેડ્‌સ મનુનો નવો ભાગ

    October 24, 2026
    મનોરંજન

    આરોપી celebritiesના વિસ્તારોમાં રેકી કરતો હોવાની શંકા

    October 24, 2026
    મનોરંજન

    અભિનેત્રી Rakhi Sawant સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ

    October 24, 2026
    મનોરંજન

    Saif Ali Khan બાંદ્રાનો ફ્લેટ ૪.૧૧ કરોડમાં વેચ્યા

    October 24, 2026
    મનોરંજન

    Ramayanનું એડવાન્સ બુકિંગ ૮ કરોડને પાર, ટિકિટ ૩,૧૭૦ સુધી પહોંચી

    October 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-10-2026 22:51
    Categories
    Latest News

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.