Dieselના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી
Gandhinagar , તા.૨૧
ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી Dieselમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છેકે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે. Diesel ની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે Dieselની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, Dieselનો જથ્થો નથી. Diesel માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એછેકે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપુરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે હવે અખિલ ગુજરાત ટૂંક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાને આવ્યું છે. એસોસિયેશને સરકાર સમક્ષ રજૂઆત કરી છેકે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
ત્યારે Dieselની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. જો આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે એ દિવસો દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જોતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે. આમ, સરકાર ભલે દાવો કરે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આ થક નુકસાન થાય તેવી ભીતિ છે.રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. કેટલાંય ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવું જાણવા મળ્યું છેકે, ખાનગી બસોના સંચાલનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ બસમાલિકોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત જો બસભાડું વધારવામાં આવે તો બસમુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. આ સંજોગોમાં બસો ચલાવવી હવે આ થક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી ગઈ છે.

