New Delhi, તા.૧૪
IMFએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં), મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલતું યુદ્ધ અને વધતું સરકારી દેવું વૈશ્વિક અર્થતંત્ર માટે નોંધપાત્ર જોખમો ઊભા કરી શકે છે. મંગળવારે બેંગકોકમાં જાહેર કરાયેલા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, IMFએ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૬માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ૩.૧% રહેશે. જે જુલાઈમાં કરવામાં આવેલા ૩%ના અનુમાન કરતાં થોડો વધારે છે. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઓઈલના ભાવમાં વધારો થયો હોવા છતાં છૈં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત રોકાણને કારણે વૃદ્ધિને વેગ મળ્યો છે.
IMFને અપેક્ષા છે કે ૨૦૨૭ સુધીમાં વૈશ્વિક વૃદ્ધિ દર ૩.૪% સુધી પહોંચશે. જોકે, આ અનુમાનનો આધાર માર્ચ સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખુલવા અને ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં શિપિંગની સ્થિતિ યુદ્ધ-પૂર્વેના સ્તરે પાછી આવવા પર રહેલો છે.
IMFએ ચેતવણી આપી છે કે જો છૈં ટેક્નોલોજી ઉત્પાદકતા અને નફાકારકતામાં અપેક્ષિત લાભ આપવામાં નિષ્ફળ જાય, તો છૈં રોકાણમાં અચાનક ઘટાડો નાણાકીય બજારોને નુકસાન પહોંચાડી શકે છે અને આર્થિક વૃદ્ધિને ધીમી કરી શકે છે. ડાઉનસાઇડ સિનારિયો હેઠળ, છૈં રોકાણમાં તીવ્ર ઘટાડો ૨૦૨૮ સુધીમાં વૈશ્વિક ય્ડ્ઢઁમાં ૧.૧%નો ઘટાડો લાવી શકે છે. આ સ્થિતિમાં, યુએસના આર્થિક ઉત્પાદનમાં ૧.૮%નો ઘટાડો થઈ શકે છે.
IMFએ તેના ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ આ જોખમો પર પ્રકાશ પાડ્યો છે અને નીતિ-નિર્ધારકોને છૈં રોકાણો અને સ્ટોક વેલ્યુએશનમાં ઘટાડાની સંભાવના અંગે બેદરકાર ન રહેવાની ચેતવણી આપી છે. IMFના ગ્લોબલ માર્કેટ્સ એનાલિસિસ ડિવિઝનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેસન વુએ જણાવ્યું હતું કે છૈં કંપનીઓની આવક પેદા કરવાની ક્ષમતા અંગેની શંકા ઇક્વિટી રોકાણોના મૂલ્યને ઘટાડી શકે છે. આનાથી દેવાની ચુકવણી મુશ્કેલ બની શકે છે અને કંપનીઓ માટે ભવિષ્યની આવકની પ્રતિબદ્ધતાઓને પૂરી કરવામાં અવરોધ ઊભો થઈ શકે છે.
IMFના મોનેટરી એન્ડ કેપિટલ માર્કેટ્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એથનાસિયોસ વામવાકીડિસના જણાવ્યા અનુસાર, છૈં માર્કેટમાં આવતું કરેક્શન વ્યાપક અર્થતંત્રને અસર કરી શકે છે. આનાથી સંપત્તિના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને ગ્રાહકોની માંગ ઘટી શકે છે, કારણ કે પરિવારો તેમની નાણાકીય સ્થિતિ નબળી હોવાનું અનુભવી શકે છે.
IMFએ એવી ચેતવણી પણ આપી છે કે છૈં-સંબંધિત રોકાણોમાં ધીમી ગતિ વૈશ્વિક વેપારને અસર કરી શકે છે.
વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૫ની વચ્ચે છૈં સંબંધિત ચીજવસ્તુઓના વેપારમાં ૨૯%નો વધારો થયો છે. જે આ જ સમયગાળા દરમિયાન વૈશ્વિક વેપારમાં નોંધાયેલા ૮.૩%ના વૃદ્ધિદર કરતાં ત્રણ ગણો વધારે છે. IMFને એવી અપેક્ષા નથી કે આર્થિક ઉત્પાદનમાં થતો તીવ્ર ઘટાડો પ્રતિકૂળ સંજોગોમાં પણ વૈશ્વિક વિકાસને મંદી તરફ ધકેલશે. IMFના ડેપ્યુટી રિસર્ચ ડિરેક્ટર પેટ્યા કોએવા બ્રૂક્સે જણાવ્યું હતું કે, અંદાજિત ઘટાડાને કારણે વિકાસદર વૈશ્વિક મંદીના સ્તર સુધી ઘટી જવાની શક્યતા ઓછી છે.

