Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં
    લેખ

    વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    -પરિમલ નથવાણી

    ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે- વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર ઇકો સિસ્ટમનો જાણે હું એક અભિન્ન હિસ્સો બની ગયો છું. જેટલી વાર જાઉં તેટલી વાર નવી તાજગી, નવી ઊર્જા અનુભવું છું. જઇને પાછો આવું ત્યાં તો ફરી જવાની તાલાવેલી થાય છે. ગિર જાણે મારી રાહ જોઇ રહ્યું હોય, મને બોલાવતું હોય તેવું લાગ્યા કરતું હોય છે. એટલે તો મેં ગિર વિષેની મારી એક કૉફી ટેબલ બુકનું નામ ‘‘કૉલ ઑફ ધ ગિર’’ રાખ્યું નહિ હોયને! ગિર અને સિંહો વિષે મારા મનોજગતના ભાવો અને અનભૂતિનું વર્ણન કરવા શબ્દો જાણે ઓછા પડતા હોય તેમ લાગે છે.

    પહેલી વાર લગભગ ૧૯૮૭માં સાસણમાં જ્યારે મેં પગ મૂક્યો હતો, ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા ૨૦૦ની આસપાસ હતી. તે સમયે સાસણ અને ગિરનાં અન્ય ગામડાં જંગલનો જ એક ભાગ હોય એવું લાગતું હતું. નાનાં, રળિયામણાં અને પરમ શાંતિનો અનુભવ કરાવનાર ગામો હતાં. દરેક સિંહનું દર્શન આહલાદક લાગતું હતું. દરેક સિંહબાળ નવી આશા જન્માવતું હતું.

    આજે જ્યારે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહો વિચરતા થયા છે, ત્યારે ગર્વની સાથે સંતોષની લાગણી થાય છે. ૮૯૧ એ કોઈ નાની સંખ્યા નથી. માત્ર ભારતમાં જ નહિ પણ વૈશ્વિક ધોરણે પણ વન્યજીવ સંરક્ષણની આ સૌથી સફળ ગૌરવ ગાથા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સતત તથા સક્રિય માર્ગદર્શનનું આ પરિણામ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અલબત્ત, એટલો જ શ્રેય વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સિંહ પ્રેમી નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક નિષ્ઠાવાન લોકોની અથાગ કામગીરીને ફાળે પણ જાય છે.

    ગિર અને સિંહના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગુજરાત વન વિભાગના મોટા અધિકારીઓથી લઇને જેને ફ્રન્ટ લાઇન સોલ્જર કહી શકાય તેવા ગાડ્‌ર્સ અને ટ્રેકર્સ સહિત વ્યાપક ગિર અને સિંહ પ્રેમીઓ તથા સ્થાનિક લોકોની નિષ્ઠાનો હું વર્ષોથી સાક્ષી રહ્યો છું. ગિર અને સિંહોની મુશ્કેલીઓના નિવારણ માટે આ સૌ કર્મવીરોની સાથે મેં પણ વ્યક્તિગત રીતે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ વડા તરીકે પહેલ કરી છે.

    ખુલ્લા કૂવાઓમાં અને રેલવે ટ્રેક પર અકસ્માતે સિંહ ઇજાગ્રસ્ત ન થાય કે મૃત્યુ ન પામે તેવી સઘન કાળજી રાખવાનાં પગલાં લેવામાં વિનમ્ર પ્રદાન આપ્યું છે. ૨૮૨૮ જેટલા ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બાંધાવી દીધા છે. સિંહો રેલવે લાઇન પર ન ચડી જાય તે માટે તેમની અવર-જવરના અનેક માર્ગો પર જાળીદાર ફેન્સિંગ કરવાની તથા ટ્રેનોની ગતિ નિયંત્રિત કરવા અંગેનાં પગલાં લેવાય તે માટે મેં સતત પ્રયત્નશીલ રહી સક્રિયતા દાખવી છે.

    આવાં કાર્યોમાં સહભાગી બનવાની મને તક સાંપડી તેનો મને આનંદ છે. ગિર અને સિંહોના પ્રશ્નો વખતોવખત સંસદ સહિત વિવિધ સરકારી, બિનસરકારી મંચો પર ઊઠાવ્યા છે. બેબિઓસિસ્‌? કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ગ્રસ્ત સિંહોની સારવાર તથા આ વાઇરસ ન પ્રસરે તે માટે અમારા વનતારાના નિષ્ણાતોને તાબડતોબ તેડાવી તેમની મદદ લીધી છે. સિંહોની આંતરિક વર્ચસ્વની ઘાતક લડાઇમાં ઘવાયેલા સિંહ દ્વય જય-વીરુને બચાવવા પણ આ રીતે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે સિંહોની આ દંતકથારૂપ જોડીને નહિ બચાવી શકવાનો વસવસો મને જીવનપર્યંત રહેવાનો. હાલમાં સિંહની વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના મોટા ઘણા રિસોર્ટ / હોમ સ્ટે ખૂલી ગયા છે અને જેના લીધે ધ્વનિ અને પ્રકાશનું પ્રદૂષણ ખુબજ વધી ગયું છે જે સિંહ અને વન્ય જીવો માટે નુકશાન કર્તા છે. મે તે રોકવા માટે સરકાર શ્રીને અપીલ કરી છે અને આગળ પણ કરતો રહીશ.

    જો કે આજનું ગિર ચાર દાયકા પહેલાંના ગિરથી ઘણું અલગ છે. સિંહોએ બદલાતી પરિસ્થિતિને સ્વીકારી છે, પરંતુ તેમની આસપાસનું પર્યાવરણ તેનાથી પણ વધુ ઝડપે બદલાઈ રહ્યું છે. આજે વધુને વધુ સિંહો અભયારણ્યની બહારના નાનાં-નાનાં આરક્ષિત જંગલોના ટુકડાઓમાં, ગાંડાબાવળની કાંટમાં, માનવ વસાહતોની નજીક આવેલાં નદી-નાળાંની ઝાડીઓમાં તેમજ ખેતી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિચરણ કરે છે. આ તેમની અદ્ભુત અનુકૂલન ક્ષમતાનું પ્રતીક છે, તાજેતરમાં જ આપણે જોયું કે સિંહોએ જાતે જ બરડાને પોતાના બીજા રહેઠાણ તરીકે પસંદ કર્યું છે. સિંહોને સુરક્ષિત વન્યજીવ કોરિડોર, પૂરતો કુદરતી શિકાર, માનવ પજવણીથી મુક્ત જીવન અને લાંબા ગાળે ટકી રહે તેવા પરસ્પર જોડાયેલા કુદરતી આવાસોની જરૂર છે.

    આ ચાર દાયકાઓ દરમ્યાન ગિર અને સિંહો સાથેના મારા ભાવનાત્મક જોડાણ અને લગાવમાં ઉત્તરોત્તર વધારો જ થતો ગયો છે. ગિર અને સિંહ એક-બીજાનાં પૂરક છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે સૌ માનવોએ કમ સે કમ એક એવો સંકલ્પ તો લેવો જોઇએ કે આપણે ગિરને ગંદું કે પ્રદૂષિત ન કરીએ અને સિંહોને પજવીએ કે નડીએ નહીં.

    (રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી એક ઉત્કૃષ્ટ સિંહપ્રેમી છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર છે.)

    World Lion Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતંત્રી લેખ…સાધના, સેવા અને સંવાદિતાની યાત્રા
    Next Article સ્વાતંત્ર્યના વિસ્મૃત રત્નો
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026
    લેખ

    Shraddha કૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ

    September 25, 2026
    લેખ

    બ્રહ્માંડમાંથી આવ્યો અવાજ: ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર Exoplanetમાંથી સીધા Radio Signals પકડ્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    લેખ

    ભારતનો FTAનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026
    લેખ

    બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર Ganesh પ્રાગટ્યની પૌરાણિક મહાકથા

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,940
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-09-2026 09:17
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.