(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫
Morbiના શકત શનાળા ગામમાં રહેતા પરિણીતાએ પતિના મોબાઈલમાં આવેલ મેસેજ અંગે પૂછતાં ઉશ્કેરાઈ જઈને બેલ્ટ વડે પત્નીને માર મારી ઈજા કરી બેફામ ગાળો આપી હતી તેમજ પતિ અને સાસુ દ્વારા પરિણીતાને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી પતિ મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા સુનીતાબેન પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.૩૨) નામની પરિણીતાએ આરોપી પતિ પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી અને નંદુબેન છગનભાઈ સોલંકી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ સુનીતાબેન ઘરે હોય અને પતિનો મોબાઈલ જોતી હતી ત્યારે ઇન્સ્તાગ્રામમાં અનુ પરમાર નામની આઈડી માંથી હાય કરીને મેસેજ આવ્યો હતો જે અંગે પતિને પૂછતાં જવાબ આપ્યો ના હતો બાદમાં તા. ૦૩ ના રોજ બાળકો સ્કૂલ ગયા હતા ઘરે પતિ-પત્ની અને સાસુ હાજર હતા
ત્યારે પતિને અનુ પરમાર કોણ છે અને તમને કેમ મેસેજ કરે છે પૂછતાં ઉશ્કેરાઈ જઈને પતિ પ્રકાશભાઈએ ઉશ્કેરાઈ જઈને હું ગમે તેને મેસેજ કરું અને વાત કરું કહીને બેલ્ટ વડે માર મારી ઈજા કરી હતી અને સાસુ નંદુબેને માં બિન સમી ગાળો આપી હતી પતિ અને સાસુ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે પરિણીતાની ફરિયાદને આધારે પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

