Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ
    • Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    • Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    • ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    • Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    જૂનાગઢ

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સરદાર પટેલ અને જૂનાગઢના સંભારણા

    જૂનાગઢના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણય વચ્ચે માંગરોળ રાજ્ય અને બાબરિયાવાડના ગિરાસદારોએ ભારત સાથે જોડાણખત કરેલું !

    માઉન્ટબેટન જૂનાગઢનો પ્રશ્ન માં લઈ જવા માગતા હતા, પરંતુ સરદાર પટેલ સહિતના નેતાઓએ તેમ થવા દીધું નહીં

    Junagadh, તા. ૩૦ઃ

    આઝાદીની ઉષાકાળે જૂનાગઢ રાજ્યની પ્રજા ભારે ગડમથલમાં હતી. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભૌગોલિક અને વ્યવહારુ દૃષ્ટિએ પાકિસ્તાન સાથે જોડાણ શક્ય લાગતું ન હતું. તેમ જૂનાગઢની પ્રજા અને દેશના સરદાર પટેલ સહિતના ટોચના નેતાઓ પણ માનતા હતા.

    ૩૧ ઑક્ટોબર એટલે કે Sardar Patelની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બહાઉદ્દીન વિનયન કોલેજના ઇતિહાસના મદદનીશ પ્રાધ્યાપક ભાવિક ચાવડા કહે છે કે, દેશની એકતાના ઘડવૈયા લોહપુરુષ સરદાર પટેલને તેમની જન્મ જયંતિએ ખાસ જૂનાગઢે યાદ કરવા ઘટે. તેઓ જણાવે છે કે, ભારત સંઘ સાથે જૂનાગઢના જોડાણનો પ્રશ્ન ખૂબ પેચિદો બની ગયો હતો. પરંતુ સરદાર પટેલે જૂનાગઢને ભારત સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

    તેમણે કહ્યું કે, ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર, ૧૯૪૭ સુધીના દિવસો જૂનાગઢના સંદર્ભમાં અગત્યના બની ગયા હતા. આ દરમિયાન લોર્ડ માઉન્ટબેટન તરફથી સરદારને એક પત્ર મળે છે, જેમાં તેઓ કહે છે કે, બાબરિયાવાડ અને માંગરોળ જૂનાગઢ રાજ્યની જાગીર છે અને તેનું સાર્વભૌમત્વ સ્વીકારેલું છે. આ જ મતલબની વાત પાકિસ્તાનના લિયાકત અલી પણ એક અખબારી લેખમાં કરે છે.

    માઉન્ટબેટનના આ પત્રનો Sardar Patel પ્રત્યુત્તર પાઠવે છે અને કહે છે કે, માંગરોળના શેખે અગાઉથી જ ભારત સંઘ સાથે જોડાવા માટે અરજી કરી હતી અને તેમના કાયદાકીય સલાહકાર સાથે પરામર્શ કરીને રાજકોટ ખાતે ભારત સંઘ સાથે જોડાણખત પણ થઈ ચૂક્યું છે. સરદાર આ પત્રમાં બાબરિયાવાડ અને માંગરોળ ભારતનો ભાગ બની ચૂક્યાં હોવાનું કહે છે. ઉપરાંત, આ સંદર્ભે પાકિસ્તાનને કોઈ વાંધો હોય તો લવાદ નીમીને આગળ વધી શકાય તેમ પણ જણાવે છે.

    ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ રાજ્ય હેઠળના આશ્રિત કહી શકાય તેવા બાબરિયાવાડ (આજનો જાફરાબાદની આસપાસનો વિસ્તાર) ના લગભગ ૫૧ ગામોના ગિરાસદારોએ બ્રિટિશ શાસનની સર્વોપરિતાનો અંત આવતાં જ ભારત સંઘ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે ભારત સરકાર સાથે જોડાણખત પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આથી જૂનાગઢના નવાબે/રાજ્યે ગિરાસદારો સામે લશ્કરી કાર્યવાહી કરવા ઉપરાંત માંગરોળના શેખ પર પણ દબાણ લાવ્યું હતું.

    ભાવિક ચાવડા વધુમાં જણાવે છે કે, ભારતનો ભાગ બની ચૂકેલા બાબરિયાવાડમાં ભારત સરકારે લશ્કર મોકલવું કે નહીં તે પણ એક ગંભીર મુદ્દો બની ગયો હતો. આથી લોર્ડ માઉન્ટબેટને જૂનાગઢનો પ્રશ્ન યુનો (સંયુક્ત રાષ્ટ્ર સંઘ)માં લઈ જવાની હિમાયત કરી હતી. પરંતુ સરદાર પટેલે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ મુદ્દે અન્ય નેતાઓનો પણ સરદાર પટેલને સાથ મળ્યો હતો. સરદાર પટેલ જાણતા હતા કે, આ મામલો યુનોમાં જશે તો લાંબો ખેંચાશે અને જૂનાગઢની પ્રજા અસમંજસમાં રહેશે.

    તેમણે જણાવ્યું કે, જૂનાગઢ ભારત સંઘમાં ભળ્યા બાદ ૧૩ નવેમ્બરે સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જનસભાને સંબોધી હતી. તેમાં સરદાર પટેલે ઉપસ્થિત પ્રજાજનોની ભારત સાથે જોડાવાની ઇચ્છા જાણી હતી અને ઉપસ્થિત જનમેદનીએ પણ હાથ ઊંચા કરીને ભારત સાથે જોડાવાની સહમતી દર્શાવી હતી. ઉપરાંત, સરદાર પટેલે આ સભામાં હૈદરાબાદને પણ જૂનાગઢના ભારત સંઘ સાથે ભળવાના પ્રકરણમાંથી બોધપાઠ લેવા સલાહ આપી હતી.

    તેમણે એમ પણ ઉમેર્યું કે, સરદાર પટેલે દેશી રાજ્યોના વિલીનીકરણ માટે જે યોગદાન આપ્યું છે, તે બદલ ગુજરાત સરકારે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને તેમને ઉચિત શ્રદ્ધાંજલિ આપી છે.

    Sardar Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Next Article Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026
    રાષ્ટ્રીય

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026
    અન્ય રાજ્યો

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026
    ગુજરાત

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    અન્ય રાજ્યો

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026
    અન્ય રાજ્યો

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:32
    Categories
    Latest News

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026

    Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ

    October 30, 2026

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવી તેજી સંદર્ભે Nifty Future 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 30, 2026

    આજનું પંચાંગ 

    October 30, 2026

    આજનું રાશિફળ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.