New Delhi, તા.20
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2026-27 (નાણાં વર્ષ 2025-26) માટે આઇટીઆર-3 ફોર્મ ભરી જારી કરી દીધું છે. ઓનલાઇવ સુવિધા ઇ-ફાઇલીંગ પોર્ટલ પર તે ઉપલબ્ધ બનાવાયું છે.
આવકવેરા રીટર્ન ફોર્મ-3 વેપાર કે વ્યવસાય સાથે જોડાયેલા કરદાતા માટે હોય છે. વ્યક્તિગત કરદાતા અથવા હિન્દુ અવિભાજીત પરિવાર હોય અને વ્યવસાયિક આવક હોય તો આ ફોર્મ ભરવાનું આવશ્યક છે.
જે મામલામાં મૂલ્યાંકન જરૂરી ન હોય તેવા કરદાતાઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. મૂલ્યાંકન જરૂર હોય તેવા કરદાતા 39 ઓકટોબર સુધી ફોર્મ ભરી શકે છે.

