Tehran,તા.20
અમેરિકા-ઈરાન યુદ્ધની સમાપ્તી બાદ હોર્મુઝ જળમાર્ગ ખુલ્લી ગયો છે અને હવે લાંબા સમયથી નહી અટકી પડેલા ઓઈલ ટેન્કર સહિતના વ્યાપારી જહાજો આગળ મુસાફરી માટે રવાના થવા લાગ્યા છે ત્યાં જ ઈરાને હવે આ જળમાર્ગ અંગે એક મોટો નિર્ણય લેતા જાહેર કર્યુ છે કે, કોઈપણ દેશ અગાઉથી મંજુરી લીધા વગર અને શરતો મુજબ જ હોર્મુઝ જળમાર્ગ પસાર કરી શકશે.
જેમાં પરમીટ ઉપરાંત જહાજ અને તેના સામાનનો પુરતો વિમો હોવું જરૂરી કર્યુ છે. એક તરફ હોર્મુઝ છોડવા જહાજોની લાંબી કતાર લાગી છે તે સમયે જ ઈરાને આ શરતો મુકતા ફરી એક વખત આ માર્ગ પસાર થતા વધુ સમય લાગશે.
ઈરાને આ માટે વર્લીપન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીની રચના કરી છે. જે આ વ્યવસ્થાનું સંચાલન કરશે. રસપ્રદ બાબત એ છે કે ઈરાનનો દાવો છે કે અમેરિકા સાથે જે સમજુતી થઈ છે તેના સંદર્ભમાં જ આ ઓથોરિટીની રચના કરી છે.
આ નિયમોના અમલ માટે ઈરાને એક ખાસ વેબસાઈટ લોન્ચ કરી છે અને હોર્મુઝ જળમાર્ગ જ સીમામાં દાખલ થવાના 48 કલાક પુર્વે તેની જાણ કરી પરમીટ મેળવી લેવાની રહેશે જેને ટ્રાન્સીસ્ટ રીકવેસ્ટ તરીકે ઓળખાશે. આ માટે ખાસ કોરિડોર પણ નિશ્ચિત થયા છે. જહાજે તે રૂટ પર જ આગળ વધવાનું રહેશે તથા તેઓ માર્ગ બદલી શકશે નહી.

