આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદલ કરી દીધો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
New Delhi,તા.૨૨
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે હાલ સ્વિટ્ઝર્લૅન્ડમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, જ્યાં બંને દેશોના પ્રતિનિધિઓ યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરી રહ્યા છે. આ પીસ ટૉકના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર મોટી અસર જોવા મળી છે અને યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર તે ૮૦ ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે.
૨૨ જૂનના રોજ બ્રન્ટ ક્રૂડ ઓઇલ ૭૯.૦૮ ડૉલર પ્રતિ બેરલ અને ઉ્ૈં ક્રૂડ ૭૫ ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ઓઇલની ઘટતી કિંમતો વચ્ચે ભારત માટે બેવડી ખુશખબરી આવી છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદ ’સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જહાજોની અવરજવર માટે ખુલવાથી ભારત જેવા આયાત પર નિર્ભર દેશને ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટમાંથી મોટી રાહત મળશે. જોકે, આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદલ કરી દીધો છે.
એક રિપોર્ટ અનુસાર ભારતે જૂન મહિનામાં દરરોજ ૪.૯ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે અગાઉના સરેરાશ દર કરતાં વધુ છે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ભારતના ઓઇલ આયાતમાં ૧૪% સુધીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મે અને જૂન મહિનામાં તેમાં ફરીથી જોરદાર રિકવરી આવી છે. અમેરિકાએ રશિયન ઓઇલ પર લગાવેલા પ્રતિબંધોમાં આપેલી છૂટની ડેડલાઇન ૧૭ જૂનના રોજ ખતમ થઈ રહી હતી, પરંતુ તેને ફરીથી લંબાવવામાં આવતા ભારતે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી ખૂબ જ વધારી દીધી છે અને તે રશિયન ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે, જ્યારે બીજી તરફ અમેરિકાથી થતી આયાતમાં મોટો ઘટાડો કર્યો છે.
ખાદી યુદ્ધના ભૂતકાળના અનુભવોમાંથી સબક લઈને ભારતીય રિફાઇનરીઓએ ઓઇલ સ્ટોરેજ સુરક્ષિત કરવા માટે રશિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (ેંછઈ) તરફથી ઓઇલની આયાત વધારવાનો નિર્ણય કર્યો છે. ડેટા અનુસાર, જૂન ૨૦૨૬માં (૧૯ જૂન સુધી) ભારતે રશિયા પાસેથી રૅકોર્ડબ્રેક ૨૬.૬ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે, જે મે મહિનામાં ૧૯.૧ લાખ બેરલ પ્રતિદિન હતું. ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયા પાસેથી આ અત્યાર સુધીની રૅકોર્ડ ખરીદી માનવામાં આવી રહી છે.
તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત(ેંછઈ) ઓપેકર્(ંઁઈઝ્ર) અને ઓપેક પ્લસ સમૂહમાંથી બહાર નીકળી ગયું છે, જેના કારણે તેણે ઓઇલની નિકાસમાં મોટો વધારો કર્યો છે. ભારતે આ તક ઝડપી લીધી છે અને રશિયા પછી ેંછઈ ભારતનો બીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ બની ગયો છે. જૂન મહિનામાં ેંછઈ પાસેથી ૬.૩૬ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવ્યું છે. આ જ રીતે ભારતે વેનેઝુએલા પાસેથી પણ ઓઇલની ખરીદી વધારીને જૂન મહિનામાં ૨.૦૯ લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચાડી દીધી છે.
એક તરફ જ્યાં ભારતે રશિયા, ેંછઈ અને વેનેઝુએલા પાસેથી ઓઇલની આયાત વધારી છે, ત્યાં બીજી તરફ અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાથી થતી ઓઇલ આયાતમાં ૬૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. મે ૨૦૨૬માં ભારતે અમેરિકા પાસેથી ૨.૫૨ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે જૂન મહિનામાં ઘટીને માત્ર ૯૧ હજાર બેરલ પ્રતિદિન રહી ગઈ છે. હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે પોતાની ઓઇલ ખરીદીમાં વિવિધતા રાખી છે, જેથી ભવિષ્યમાં સપ્લાય ચેઇન ખોરવાય નહીં અને માત્ર એક જ દેશ કે રસ્તા પર નિર્ભરતા ન રહે.

