Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ
    • રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે
    • Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા
    • હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે? CJP નેતાઓને Actress Shweta Tiwari નો સવાલ
    • Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે
    • Shabana Azmi સ્વાઈન ફ્લૂની ઝપેટમાં,102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન
    • ‘Adipurush મારી જિંદગીની સૌથી મોટી ભૂલ’, મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
    • Gujarat ના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India Zimbabwe ને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો
    ખેલ જગત

    India Zimbabwe ને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Harare,તા.27

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઝિમ્બાબ્વેને 35 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાથે જ ભારતે T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ક્લીન સ્વીપ (સૂપડા સાફ) કરી દીધો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરોધી બોલરોની ધૂળધાણી કાઢતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરોના બધાયેલા સ્પેલ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી.ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા ઓપનર અભિષેક શર્મા માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. શ્રેણીની આ છેલ્લી મેચમાં પણ અભિષેક બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને માત્ર 2 રનના સ્કોર પર બ્લેસિંગ મુઝારાબાનીની બોલિંગમાં તદિવાનાશે મારુમાનીને કેચ આપી બેઠો હતો. જોકે બીજી તરફ વૈભવ સૂર્યવંશીએ મેદાનની ચારેય બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વૈભવે 49 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રનની તાબડતોબ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી રમતા વૈભવે પોતાના T20 કરિયરની આ બીજી અડધી સદી ફટકારી હતી. વિશેષ વાત એ છે કે વૈભવે પોતાની પ્રથમ અડધી સદી પણ ઝિમ્બાબ્વે સામે જ ફટકારી હતી અને આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ તેણે આવી જ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ભારતની બેટિંગ પૂર્ણ થતાં ભારતે 20 ઓવરમાં 192/5 નો સ્કોર બનાવ્યો હતો.

    ભારત તરફથી મળેલા 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ભારતીય ઝડપી બોલર મયંક યાદવે મેચના પ્રથમ જ બોલે બ્રાયન બેનેટને પવેલિયન ભેગો કરી દીધો હતો. મયંકના ઓફ-સ્ટમ્પની બહાર ઉછળતા શોર્ટ લેન્થ બોલને બેનેટ બેકફૂટ પર જઈને ડિફેન્ડ કરવા માંગતો હતો પરંતુ બોલ બેટની બહારની કિનારી લઈને ઝડપથી પ્રથમ સ્લિપ તરફ ગયો હતો. ત્યાં તૈનાત વૈભવ સૂર્યવંશીએ ચિત્તા જેવી ઝડપ બતાવીને અદ્ભુત કેચ ઝડપી લીધો હતો અને બેનેટ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.

    ઝિમ્બાબ્વે હજુ આ શરુઆતી ઝટકામાંથી બહાર આવી શક્યું ન હતું ત્યાં ઝડપી બોલર યશ ઠાકુરે એક જ ઓવરમાં આખી મેચ પલટી નાખી હતી. ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહેલા ડિયોન મેયર્સને આઉટ કરીને યશે ભારતને બીજી સફળતા અપાવી હતી. મેયર્સે 15 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. આ પછીના તરત જ બોલે યશ ઠાકુરે ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન સિકંદર રઝાને શૂન્ય રને આઉટ કરીને ઝિમ્બાબ્વેને મોટો ઝટકો આપ્યો હતો.રવિ બિશ્નોઈએ બેન કરન (20 રન)ને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. આ પછી ઝડપથી રન બનાવી રહેલા વેસ્લી માધવેરે (28 રન)ને મયંક યાદવે પવેલિયન ભેગો કર્યો હતો. માધવેરે અને રેયાન બર્લ વચ્ચે 60 રનની સારી ભાગીદારી થઈ હતી. ત્યારબાદ અશોક શર્માએ તદિવાનાશે મારુમાની (1 રન)ને આઉટ કરીને ઝિમ્બાબ્વેની છઠ્ઠી વિકેટ પાડી હતી.

    35 runs clinch T20 series 3-0 India beat Zimbabwe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદર્દનાક દુર્ઘટના,Commonwealth Games માં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો
    Next Article Gujarat ના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat ના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે

    July 27, 2026
    ખેલ જગત

    દર્દનાક દુર્ઘટના,Commonwealth Games માં 19 વર્ષનો જિમ્નાસ્ટ જમીન પર પટકાયો

    July 27, 2026
    ખેલ જગત

    IPL માં Hardik Pandya MI છોડી CSK માં જોડાઈ શકે

    July 27, 2026
    ખેલ જગત

    Zimbabwe સામેની શ્રેણી જીતનો ફાયદો : ભારત ICC T-20 રેન્કિંગમાં ફરી ટોચ પર

    July 27, 2026
    ખેલ જગત

    Sri Lanka પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો,વોશિંગ્ટન પ્રથમ ટેસ્ટમાંથી બહાર

    July 27, 2026
    ખેલ જગત

    Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,250
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 14:18
    Categories
    Latest News

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026

    હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે? CJP નેતાઓને Actress Shweta Tiwari નો સવાલ

    July 27, 2026

    Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે

    July 27, 2026

    Shabana Azmi સ્વાઈન ફ્લૂની ઝપેટમાં,102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન

    July 27, 2026
    Search
    Main News

    Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો

    July 27, 2026

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીત, અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    Indiaએ બીજી T૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે, વાતચીત કરો અથવા રાજીનામું લો: શરદ પવાર

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.