Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Gujaratના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે
    ખેલ જગત

    Gujaratના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.27

    ગુજરાતના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે. શરીર અને કરિયર બંને દાવ પર લગાવી રહ્યા છે. ડોપ ટેસ્ટ કરતાં એવું માલુમ પડ્યું કે, ગુજરાતમાં 13 રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હતાં. આ ઘટસ્ફોટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી સહિત તંત્રને હચમચાવી મૂક્યું છે.દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવી વધુ શારીરિક ક્ષમતા માગી લેતી રમતોના ખેલાડીઓ આ દૂષણમાં વધુ સપડાયા છે. મેદાન પર હરીફોને પછાડવા અને શરીરમાં કુદરતી ક્ષમતા કરતાં બમણી ઊર્જા પેદા કરવા માટે ખેલાડીઓ મોંઘા અને જીવલેણ ડ્રગ્સના ઇન્જેક્શન તેમજ ગોળીઓ લઈ રહ્યા છે. સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા, ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા અને નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી ત્વરિત સ્ફૂર્તિ લાવવા માટે ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરે છે.

    કેન્દ્રીય રમતગમત મંત્રાલયના જમાવ્યાનુસાર, એથ્લીટ્સ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરે છે કે કેમ તે માટે નિયમિત રીતે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં દેશમાં કુલ 682 ખેલાડીઓના ડોપ ટેસ્ટ કરાયા હતાં. છેલ્લા છ મહિનામાં જ એજન્સી દ્વારા યોજાયેલા ગુપ્ત ડોપિંગ ટેસ્ટમાં બે રમતવીરો ડ્રગ્સ લેતા હોવાનો પદાફાશ થયો છે. ત્રણેક વર્ષમાં ડોપ ટેસ્ટ કરાતાં ગુજરાતના 13 એથ્લીટ્સ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ મામલે ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટીએ મો સિવી લીધુ છે. મેડલ મેળવવા માટે રમતવીરો કઈ હદ સુધી જઈ શકે છે, આ ઘટના તેનું વરવું ઉદાહરણ છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સનસનીખેજ ઘટસ્ફોટ બાદ દોષિત ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાને લઈને સરકાર કે રમતગમત મંત્રાલયે કોઇ ખુલાસો કર્યો નથી.

    ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કેમ કરે છે?

    •સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા અને તાકાત વધારવા માટે.
    •ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા માટે.
    •નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી ત્વરિત સ્ફૂર્તિ લાવવા.
    •વજન ઓછું કરવા, યુરિન ટેસ્ટમાં ડ્રગ્સ પકડાય નહીં તે માટે.

    ગુજરાતમાં ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ

    •વર્ષ 2024, 6 પોઝિટિવ કેસ
    •વર્ષ 2025, 5 પોઝિટિવ કેસ
    •વર્ષ 2026, 2 પોઝિટિવ કેસ

    હર્ષ સંઘવી 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં વ્યસ્ત, રમતવીરો નશાના માર્ગે

    એક બાજુ, અમદાવાદ શહેરમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવીના વિદેશ પ્રવાસો કરી રહ્યા છે. ભારત વૈશ્વિક મંચ પર કરોડોના પ્રોજેક્ટ્સ રજૂ કરી રહ્યું છે. બીજી બાજુ, ડોપિંગના કેસોમાં ગુજરાતના ખેલાડીઓ પકડાઈ રહ્યા છે જેના લીધે ગુજરાતની શાખ દાવ પર લાગી ગઈ છે.

    રમતગમત વિભાગ માત્ર મોંઘા સ્ટેડિયમો, બજેટો અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સના માધ્યમથી હેડલાઇન્સ મેળવવામાં વ્યસ્ત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ખેલાડીઓના દમ પર મેડલ જીતવાના છે, તે ખેલાડીઓ આજે જમીની સ્તરે અસુરક્ષિત અને દિશાવિહીન છે. માત્ર વિદેશ પ્રવાસો અને બેઠકો કરવાથી રમત જગતનો વિકાસ થતો નથી.

    ખેલાડીઓનું પ્રતિબંધિત દવાઓ તરફ વળવું એ સાબિત કરે છે કે રમતગમત વિભાગ પાસે એથ્લિટ્સના મોનિટરિંગ, કાઉન્સેલિંગ કે સાચા માર્ગદર્શનની કોઈ સચોટ વ્યવસ્થા નથી. ખેલાડીઓને પાયાના સ્તરે કયા સપ્લિમેન્ટ્સ લેવા અને કયા નહીં તેની જાગૃતિ આપવામાં રમતગમત વિભાગ નિષ્ફળ રહ્યો છે. ગુજરાતી રમતવીરોનું પ્રતિબંધિત દવાઓના રવાડે ચડવું એ વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા દર્શાવે છે.

    craze to win medal Gujarat's sports
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndiaએ Zimbabweને 35 રને હરાવ્યું, T20 શ્રેણી 3-0થી કબજે કરી, વૈભવ-મયંક જીતના હીરો
    Next Article ‘Adipurush’ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ: મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Prachi તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યું

    September 11, 2026
    ખેલ જગત

    Shreyas Iyerના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી; અફઘાન લડવૈયાઓ સામે કડવી કસોટીનો સામનો કરશે

    September 11, 2026
    ગુજરાત

    લાંબા સમયના સંમત્તિથી સંબંધ બાદ લગ્ન ના થાય તો છેતરપિંડીનો ગુનો ના ગણાયઃ Gujarat High Court

    September 11, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    ગુજરાત

    Gandhinagarના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો; સરકારને લાખોની આવક

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-09-2026 09:45
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.