New Delhi,તા.02
વૈશ્વિક શેરબજારના આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાઈવાન બાદ હવે દક્ષિણ કોરિયાએ પણ માર્કેટ કેપની રેસમાં ભારતને પાછળ છોડી દીધું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓના શેરમાં આવેલી તોફાની તેજીના કારણે દક્ષિણ કોરિયા હવે વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાની લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આ વર્ષે 86 ટકાના ઉછાળા સાથે 5 ટ્રિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગયું છે. બીજી તરફ, ભારતીય બજારની માર્કેટ કેપ ઘટીને 4.8 ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે. વિશ્વના ટોચના ક્રમાંકમાં અમેરિકા, ચીન, જાપાન, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરીયા પછી હવે ભારત સાતમા નંબરે ધકેલાઇ ગયું છે.
દક્ષિણ કોરિયાના શેરબજારમાં આવેલા આ ઉછાળા પાછળ બે જાયન્ટ કંપનીઓ જવાબદાર છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને જઊં ઇુંક્ષશડ્ઢ ઈંક્ષભ. આ બંને કંપનીઓએ તાજેતરમાં 1 ટ્રિલિયન ડોલર ક્લબમાં એન્ટ્રી કરી છે. હાલ સેમસંગનું માર્કેટ કેપ 1.535 ટ્રિલિયન અને AIઇુંક્ષશડ્ઢ નું માર્કેટ કેપ 1.089 ટ્રિલિયન નોંધાયું છે.
ભારતની જીડીપી દક્ષિણ કોરિયા કરતા ઘણી મોટી હોવા છતાં માર્કેટ કેપમાં ભારત પાછળ છે.
આના મુખ્ય કારણોમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં આવેલો ઘટાડો, વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે વેચાણ તથા ભારતીય બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સીધી રીતે જોડાયેલી કંપનીઓની અછત છે.

