શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન : સ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિ માટે રેલી
Junagadh તા. ૧૨
જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા સમગ્ર શહેરમાં એક સઘન સફાઈ ઝુંબેશ તેમજ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન તેમજ સ્વચ્છતા શપથની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ શહેરના અલગ-અલગ વોર્ડમાં આવેલા મુખ્ય માર્કેટ એરિયા, મેઇન રોડ, સોસાયટી તેમજ તમામ જાહેર અને વધુ અવર જવર થતા સ્થળોની આસપાસ વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન દરમિયાન સેનિટેશન વિભાગના અધિકારીઓ અને સુપરવાઈઝરો અને એસ આઇ ની ટીમે વિવિધ બજારોમાં જઈને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સ્થાનિક વેપારીઓ, નાના દુકાનદારો તેમજ લારી-ગલ્લાવાળાઓ અને વ્યવસાયિક સંકુલોમાં આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધરી, નિયમોનું ઉલ્લંઘન કરનારા આસામીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરીને સ્થળ પર જ વેપારીઓ પાસેથી ૬૨ કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી, કુલ રૂ. ૫૦,૮૦૦ ની વસૂલાત કરવામાં આવી હોવાનું મનપાના જન સંપર્ક અધિકારીની યાદીમાં જણાવાયું છે.

