New Delhi, તા.22
ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી ઇકોનોમી છે અને ઝડપથી જર્મનીને પછાડીને ત્રીજા નંબરે પહોંચી શકે છે, હાલ અમેરિકા દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે, જ્યારે ચીન બીજા નંબરે છે.
પરંતુ અમેરિકાના ચાર્લી ગ્રુપના કો-ફાઉન્ડર ડેવિડ રુબેન સ્ટીનનું માનવું છે કે, ભારત કેટલાક દાયકામાં દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની શકે છે. તેમણે સ્વીટ્ઝર્લેન્ડના દાવાંસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી.
રુબેન સ્ટીને કહ્યું હતું કે મને લાગે છે કે 20-30 વર્ષમાં ભારત દુનિયાની સૌથી મોટી ઇકોનોમી બની શકે છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ભારતના સંબંધોને લઇને કોઇ ચિંતા નથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથે સંબંધોને લઇને ઘણા સકારાત્મક છે.તેમણે પોતાના એક ખૂબ જ નજીકના સહયોગીને રાજદૂત બનાવીને મોકલ્યો છે.
તેમણે ભારતીય નીતિ નિર્માતાઓને આગ્રહ કર્યો છે કે, તેઓ વૈશ્વિક પ્રાઇવેટ-ક્રેડીટ, પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ), પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પશ્ચિમના જેવું રોકાણ ન સમજે, તેમણે જણાવ્યું હતું કે જ્યારે પીઇ અને પ્રાઇવેટ ક્રેડીટ બજારને પોષવા દેવામાં આવશે તો સારી મૂડીવાળા ભારતીય ઉદ્યમી પણ આ ક્ષેત્રમાં આવશે.

