Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૬ ના રોજ…

    બુધવારે ભારતીય શેરબજાર માટેનો દિવસ અત્યંત તેજીમય રહ્યો છે.બજારમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ સ્પર્શી છે. બજારમાં સવારથી જ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે તેજીને કારણે ઈન્ડેક્સમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

    બજારમાં તેજીના કારણો શું? 

    ક્રૂડ ઓઈલની કિંમતમાં જોરદાર ઘટાડો : પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ ૩ ટકા ગગડીને ૯૬.૪૧ ડૉલર પર આવી ગયો છે. જ્યારે પ્રતિ બેરલ WTI ક્રૂડ ઓઈલનો ભાવમાં લગભગ ૬ ટકા ગગડીને ૯૩.૯૦ ડૉલર પર કારોબાર કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ ધરખમ ઘટાડો માર્કેટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

    ભારતના વિકાસ દર મુદ્દે IMFનો સકારાત્મત સંકેત : આઈએમએફએ કહ્યું છે કે, ભારતનો જીડીપી નાણાંકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન ૬.૫% ના દરે વધશે. સંસ્થાએ વિકાસ દરના અંદાજમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર ગણાવ્યું છે.

    વૈશ્વિક માર્કેટમાં તેજી, ભારત માટે સારા સંકેત :ભારતીય માર્કેટ મંગળવારે બંધ હતું, પરંતુ વૈશ્વિક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જાપાનનું શેરમાર્કેટ નિક્કેઈ શેરમાર્કેટમાં ૨.૫% નો, હોંગકોંગના હેંગ સેંગ શેરમાર્કેટમાં ૦.૮૨%નો અને દક્ષિણ કોરિયાની કોસ્પી શેરમાર્કેટમાં લગભગ ૩% વધારા સાથે બંધ થયું છે.

    ટ્રમ્પ તરફથી સકારાત્મક સંકેત : સૌથી વધુ મહત્ત્વની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેમણે આગામી બેથી ત્રણ દિવસમાં ઈસ્લામાબાદમાં ફરી મંત્રણા યોજવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા નાકાબંધી છતાં ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલ ભરેલા અનેક જહાજો પસાર થઈ રહ્યા છે. તેથી આ વલણ ક્રૂડ ઓઈલ અને શેરમાર્કેટ માટે સારા સંકેત છે.

    વર્તમાન સમયમાં વૈશ્વિક ભૂ-રાજકીય સમીકરણો અત્યંત જટિલ વળાંક પર છે. પાકિસ્તાનમાં યોજાયેલી ઈરાન અને અમેરિકા વચ્ચેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વિના નિષ્ફળ જતાં મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાએ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ પૈકીના એક, *સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ* પર નાકાબંધી જાહેર કરી છે. આ એક એવો વળાંક છે જેણે વિશ્વભરના શેરબજારો અને કોમોડિટી બજારોમાં ગભરાટ ફેલાવ્યો છે. પરંતુ, શું આ માત્ર મંદીનો સંકેત છે કે પછી ભારતીય રોકાણકારો માટે એક છુપાયેલી તક એ વિશે વાત કરીએ તો….

    ભારતીય શેરબજારના સ્થાનિક અને વૈશ્વિક કારણો :

    ભારતીય બજારમાં જોવા મળેલો સેન્સેક્સ અને નિફ્ટીનો ઘટાડો માત્ર વૈશ્વિક નથી, પરંતુ કેટલાક સ્થાનિક પરિબળો પણ તેમાં ભાગ ભજવી રહ્યા છે :

    એફઆઈઆઈની એક્ઝિટ : વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે, જેનાથી બજારમાં લિક્વિડિટી ઘટી રહી છે.

    મોંઘવારી અને વ્યાજદર : ક્રૂડના વધતા ભાવને કારણે આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની આશંકાથી બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.

     સેક્ટરલ ઇમ્પેક્ટ :- આઈટી સેક્ટરમાં ગ્લોબલ અનિશ્ચિતતા અને મેટલ સેક્ટરમાં કોમોડિટીના ભાવમાં થતી અસ્થિરતાને કારણે દબાણ જોવા મળ્યું છે.

    ભારતીય શેરબજારમાં તેજી તરફી આશાવાદ :

    ભલે ઉપરછલ્લી રીતે ભારતીય બજાર નબળું દેખાતું હોય, પરંતુ પાયાના સ્તરે ભારત અત્યંત મજબૂત સ્થિતિમાં છે કારણ કે હવે ભારતીય બજાર માત્ર વિદેશી રોકાણકારો પર નિર્ભર નથી. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને સામાન્ય માણસની એસઆઈપી બજારને નીચેના સ્તરે મજબૂત ટેકો પૂરો પાડે છે ઉપરાંત કોર્પોરેટ અર્નિંગ્સની વાત કરીએ તો ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણામો મજબૂત પ્રદર્શન દર્શાવે છે. ખાસ કરીને ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ સેક્ટરની કંપનીઓ પાસે ઓર્ડર બુકની કોઈ કમી નથી.

    સરકારી ખર્ચ અને પીએલઆઈ સ્કીમ: ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રે જે આત્મનિર્ભરતા આવી છે, તે લાંબા ગાળે ભારતને વૈશ્વિક આંચકાઓ સામે સુરક્ષિત રાખી શકે છે અને સાથે સાથે ભારત ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલતરફ ઝડપથી વળી રહ્યું છે, જે ભવિષ્યમાં ક્રૂડ ઓઈલ પરની આપણી નિર્ભરતા ઘટાડશે.

    રોકાણકારોએ આ સમયે ગભરાવાને બદલે સમજદારીપૂર્વક પોર્ટફોલિયોનું સંચાલન કરવું જોઈએ. ફાર્મા અને એફેમસીજી જેવા સેક્ટર્સ મંદીના સમયમાં પણ સ્થિરતા આપે છે જ્યારે ડિફેન્સ સેક્ટરમાં સરકારી પ્રોત્સાહન અને ઓર્ડર્સને કારણે આ સેક્ટરમાં ‘બાય ઓન ડીપ્સ’ની વ્યૂહરચના લાંબા ગાળે નફો કરાવી શકે છે.

    ભાવિ દિશા :- ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ કે ભૌગોલિક કટોકટી વખતે બજારમાં જે કડાકા આવે છે, તે હંમેશા ખરીદીની ઉત્તમ તક સાબિત થયા છે. ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ટૂંકા ગાળાની વોલેટિલિટીથી ડર્યા વગર, મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવું હિતાવહ છે. જો ઈરાન-અમેરિકા તણાવ હળવો થાય અથવા ક્રૂડના ભાવમાં કરેક્શન આવે, તો ભારતીય બજારમાં “વી – શેપ” રિકવરી જોવા મળી શકે છે. અત્યારે માત્ર ‘સંયમ અને સાવચેતી’ એ જ સફળ રોકાણકારની ઓળખ છે.

    તા.૧૬.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૫.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારત ફોર્જે ( ૧૮૩૪ ) :- ઓટો કમ્પોનન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૭ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઓબેરોઈ રિયલ્ટી ( ૧૭૧૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૬૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એક્સીસ બેંક ( ૧૩૫૩ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૮૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૭ થી રૂ.૧૧૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાઈડસ લાઈફ ( ૯૩૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્માસ્યુટિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૪૭ થી રૂ.૯૫૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૯૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૫૭ થી રૂ.૧૯૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારતી ઐરટેલ ( ૧૮૬૪ ) :- રૂ.૧૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૮૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૩૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૩૦૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૩ થી રૂ.૧૨૮૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૨૨૧ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૮૪૧ ) :- રૂ.૮૬૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૨૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026
    રાષ્ટ્રીય

    New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ

    June 19, 2026
    વ્યાપાર

    Stock Marketમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 18, 2026
    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBIની ચેતવણી

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    P.F. પર 8.25% વ્યાજને મંજુરી: આ માસમાં જમા થઈ જશે

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.