Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?
    • 19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    • વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ
    • Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    • 19 જૂનનું પંચાંગ
    • 19 જૂનનું રાશિફળ
    • ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    વ્યાપાર

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ભારતીય શેરબજારમાં આજના ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી તરફી માહોલ જોવા મળ્યો. દિવસની શરૂઆત સકારાત્મક વૈશ્વિક સંકેતો સાથે થઈ હતી, જેના કારણે શરૂઆતથી જ ખરીદીનું પ્રભુત્વ જોવા મળ્યું. બેંકિંગ, નાણાકીય સેવાઓ, માળખાગત વિકાસ અને વીજ ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત માંગના કારણે મુખ્ય સૂચકાંકોમાં સતત સુધારો નોંધાયો. દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ મર્યાદિત નફાવસૂલી જોવા મળી હોવા છતાં ખરીદદારોનું પ્રભુત્વ યથાવત રહ્યું. મધ્યમ અને નાના મૂડીવાળા શેરોમાં પણ સારો રસ જોવા મળતા બજારની આંતરિક મજબૂતી વધુ મજબૂત બની.

    ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું અને લેબનોનથી સૈન્ય હટાવી લેવાનો ઈન્કાર કરી રહ્યું હોઈ અને હોર્મુઝને ગમે ત્યારે ઈરાન બંધ કરવાનો અધિકાર ધરાવતું હોવાના અને ઈરાને વેપારી જહાજ પર હોર્મુઝમાં ડ્રોન હુમલો કર્યાના અહેવાલો વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં અટકતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત તેજી જોવાઈ હતી. તેજી પાછળ પ્રમુખ પરિબળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થવાના અહેવાલોની પોઝિટીવ અસર બજાર પર જોવાઈ હતી.

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૧૫૫ સામે ૭૭૧૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૯૫૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૪૦૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૯૪ સામે ૨૪૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૦૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૨૦૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    આ સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારામને ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધે એ માટે પ્રોત્સાહનો, પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે તેજી બળવતર બની હતી. ફોરેન ફંડોની શેરોમાં ખરીદી વધતાં  અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યો હતો. ફંડોએ આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી જોવા મળી હતી.

    ઈરાન-અમેરિકા યુદ્વના અંતની ડિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-૭ મીટિંગની સાથે સાથે યોજાનારી મીટિંગમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ફરી સુધરવાની અને બન્ને દેશો વચ્ચેની અપેક્ષિત ટ્રેડ ડિલને આખરી મહોર લાગવાની અપેક્ષાએ પણ આજે રોકાણકારોનો શેરોમાં ખરીદીનો ઉત્સાહ વધતો જોવાયો હતો. શેરોમાં સળંગ ચોથા દિવસે તેજી રહી ફંડોએ કેપિટલ ગુડઝમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે પાવર, મેટલ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ વધતું જોવાયું હતું.

    લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્વનો આખરે અંત લાવવા બન્ને દેશો વચ્ચે સમજૂતી થયાના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં મંદીના વાદળો વિખેરાઈ તેજી હિલોળા લેવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે ૧૦ પૈસા સુધરીને ૯૪.૫૦ થઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે ફરી પાંચ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૮૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૧ લાખ કરોડ એટલે કે ૫.૦૨ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયું છે. ચાર ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેર બજારોમાં સેન્સેક્સમાં ૩૩૨૩.૦૭ પોઈન્ટ એટલે કે ૪.૫૦ ટકાનો અને નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ૯૨૪.૦૧ પોઈન્ટ એટલે કે ૩.૯૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે બન્ને બેન્ચમાર્ક છ અઠવાડિયાની ઊંચાઈએ પહોંચી ગયા છે. જ્યારે શેરોમાં એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ જે ૧૧, જૂન ૨૦૨૬ના રોજ રૂ.૪૫૨.૩૩ લાખ કરોડની હતી, એ ચાર દિવસમાં રૂ.૨૨.૭૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૧ લાખ કરોડ પહોંચી છે. જે ડોલરના રૂ.૯૪.૫૦ ભાવ મુજબ માં ૫.૦૨ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચ્યું છે.

    વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યા. અમેરિકન અને યુરોપિયન બજારોમાં સ્થિરતા તેમજ વૈશ્વિક વૃદ્ધિ અંગેના આશાવાદે રોકાણકારોની ભાવના મજબૂત બનાવી.વૈશ્વિક સ્તરે મંદી અંગેની ચિંતામાં ઘટાડો પણ બજાર માટે સકારાત્મક રહ્યો.સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહી.

    કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં આજે નબળું વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડ, સિલ્વર, કોપર અને ક્રૂડ ઓઇલમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે નેચરલ ગેસમાં સ્થિરતા અને ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માંગ-પુરવઠાના સંકેતો વચ્ચે રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા…!!!

    ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં સતત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૫૦,૬૮૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર ભારે નબળા વલણ સાથે ખુલ્યું હતું. જોરદાર વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૨,૪૩,૧૦૯ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં નબળાઈ વધતાં ભાવ રૂ. ૧,૩૨૨.૫૫ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૬,૯૮૪ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સ્થિર વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત ખરીદીના ટેકાથી ભાવ રૂ. ૨૯૭.૬૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ભાવિ દિશા :- ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ શેરોમાં ફરી ખરીદદાર બનતાં જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણને આકર્ષવા લીધેલા પગલાં, પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે.

    આગામી દિવસોમાં બજારનું વલણ તેજી તરફી રહેવાની સંભાવના વધુ છે. જો સ્થાનિક અને વિદેશી નાણાં પ્રવાહ યથાવત રહે તો મુખ્ય સૂચકાંકો નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે. બેંકિંગ, નાણાકીય સેવાઓ, માળખાગત વિકાસ, વીજ ઉત્પાદન અને મૂડી માલસામાન ક્ષેત્ર આગામી તેજીનું નેતૃત્વ કરી શકે છે.

    ટેકનિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ આધાર સ્તરો મજબૂત દેખાઈ રહ્યા છે, જેના કારણે ઘટાડા દરમિયાન ખરીદીનું વલણ જોવા મળી શકે છે. જોકે સતત વધારા બાદ ટૂંકા ગાળામાં નફાવસૂલી આવવાની શક્યતા નકારી શકાય નહીં. રોકાણકારોએ ગુણવત્તાસભર અને મજબૂત મૂળભૂત પરિબળ ધરાવતા શેરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

    તા.૧૯.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૦૫.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારત ફોર્જ ( ૨૦૨૪ ) :- ઓટો કોમ્પોનેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફોર્જિંગ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૪૭ થી રૂ.૨૦૬૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૭૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૮૭૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૮૧૭ ) :- રૂ.૧૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૦ ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૩૩ ) :- ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૯૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૦૪૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પીએસયુ બેંકિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની ( ૨૭૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એસેટ મેનેજમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૮૭ આસપાસ સપોર્ટથી રૂ.૨૭૦૩ થી રૂ.૨૬૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૭ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૭૦૩ ) :- રૂ.૧૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૫૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અદાણી ગ્રીન એનર્જી ( ૧૫૨૫ ) :- રિન્યુએબલ એનર્જી સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૬૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૦૯ થી રૂ.૧૪૯૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૪૬ ) :- પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૨૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • બજાજ ફાઇનાન્સ ( ૯૫૬ ) :- રૂ.૯૭૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૦ થી રૂ.૯૨૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે

    June 18, 2026
    વ્યાપાર

    અસ્થિરતા વચ્ચે તેજી, પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત…!!!

    June 17, 2026
    રાષ્ટ્રીય

    ક્રૂડ ઓઇલના ભાવ ધડામ, ૪ દિવસમાં ૧૬ %નો કડાકો

    June 17, 2026
    વ્યાપાર

    વિશ્વની સૌથી જાણીતી ચેઇન `Pizza Hut’ 25,000 કરોડમાં વેચાઈ

    June 17, 2026
    મુખ્ય સમાચાર

    IPO: રિલાયન્સ જિઓ અને નેશનલ સ્ટોક એકસચેંજ બજારમાં ખાબકશે

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026

    19 જૂનનું પંચાંગ

    June 18, 2026

    19 જૂનનું રાશિફળ

    June 18, 2026

    ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.