Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
    • India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે
    • Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે
    • America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા
    • ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા
    • US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ
    • પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી, વાતચીત ચાલુ રાખવી જોઈએ : RSS chief Mohan Bhagwat
    • Diesel પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!
    વ્યાપાર

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026Updated:June 12, 2026No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગુરુવારેના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં મંદી તરફી વલણ જોવા મળ્યું. શરૂઆતથી જ વૈશ્વિક નબળા સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું. દિવસ દરમિયાન મર્યાદિત ખરીદી જોવા મળી હોવા છતાં ઉપરના સ્તરે સતત નફાવસૂલી અને વેચવાલીના કારણે મુખ્ય સૂચકાંકો નીચલા સ્તરે બંધ રહ્યા. સમગ્ર બજારનું માળખું હાલ સાવચેત અને મંદી તરફી સંકેતો દર્શાવી રહ્યું છે.

    અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઈલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે.

    બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર ૯૦ ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર ૯૫ ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૯૪.૮૪ ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઈંધણની કિંમત માટે સારા સંકેત નથી. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ ૨૨ પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ ૯૫.૪૮ ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો માની શકાય તેમ છે.

    બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૯૮૩ સામે ૭૩૬૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૫૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૩૨ પોઈન્ટ બંધ થયેલ…!!!

    સેન્સેક્સમાં દિવસ દરમિયાન સતત અસ્થિરતા જોવા મળી, પરંતુ વેચવાલીનું પ્રભુત્વ વધુ રહ્યું. શરૂઆતમાં થયેલા ઘટાડા બાદ થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઉપરના સ્તરે વેચવાલી વધતા સૂચકાંક ફરી દબાણ હેઠળ આવ્યો. બેંકિંગ અને નાણાકીય શેરોમાં મર્યાદિત ખરીદી છતાં માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં નબળાઈએ ઇન્ડેક્સ પર દબાણ વધાર્યું. દિવસના અંતે સેન્સેક્સ નકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો અને ટેકનિકલ રીતે મહત્વપૂર્ણ અવરોધ વિસ્તાર નીચે જોવા મળ્યો.

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૪૦ સામે ૨૩૧૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૧૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૨૭ પોઈન્ટ બંધ થયેલ…!!!

    નિફ્ટી વાયદા બજારમાં દિવસ દરમિયાન લાંબા સોદાઓમાં ઘટાડો અને નફાવસૂલી જોવા મળી. નવા ખરીદદારોની ગેરહાજરી અને ઉપરના સ્તરે વેચવાલીના કારણે વાયદા બજારમાં દબાણ રહ્યું. વિકલ્પ આંકડાઓ મુજબ કોલ લખાણમાં વધારો નોંધાયો, જ્યારે પુટ લખાણ મર્યાદિત રહ્યું. આ સ્થિતિ ટૂંકા ગાળામાં વધુ અસ્થિરતા અને દબાણની સંભાવના દર્શાવે છે.

    સ્થાનિક સ્તરે ઊંચા મૂલ્યાંકન અને નફાવસૂલીના કારણે રોકાણકારો સાવચેત જોવા મળ્યા. બેંકિંગ અને માળખાગત વિકાસ ક્ષેત્રમાં મર્યાદિત ખરીદી જોવા મળી, પરંતુ તે સમગ્ર બજારને ટેકો આપવા માટે પૂરતી સાબિત થઈ નહીં. નાના રોકાણકારોમાં પણ પસંદગીયુક્ત અભિગમ જોવા મળ્યો. સ્થાનિક પ્રવાહ યથાવત હોવા છતાં વેચવાલીનું દબાણ વધુ પ્રબળ રહ્યું.

    અમેરિકા અને ઈરાન વચ્ચે જો ફરીથી મોટો વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી શકે છે. એનર્જી રિસર્ચ ફર્મ ‘રિસ્ટાડ એનર્જી’ના રિપોર્ટ પ્રમાણે, આ ભાવ પ્રતિ બેરલ $૧૫૦ (આશરે ૧૨,૫૦૦ રૂપિયાથી વધુ) સુધી પહોંચી જવાની આશંકા છે. બંને દેશો વચ્ચે અત્યારે એટલો બધો તણાવ વધી ગયો છે કે એપ્રિલ મહિનામાં થયેલી શાંતિ કે યુદ્ધવિરામની સમજૂતી પણ હવે તૂટવાના આરે છે. આ આંતરરાષ્ટ્રીય લડાઈની સીધી અસર ઓઇલના ભાવો પર પડી રહી છે અને તેના કારણે અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સંઘર્ષની શરૂઆત થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ વૈશ્વિક બજારમાંથી આશરે ૧ અબજ ( ૧ બિલિયન) બેરલ ક્રૂડ ઓઇલનો સપ્લાય ગાયબ થઈ ચૂક્યો છે. આ જથ્થો અમેરિકાના કુલ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કરતા પણ અઢી ગણો વધારે છે. જો કે, ચીન દ્વારા ક્રૂડ ઓઇલની ઓછી આયાત અને સાઉદી અરેબિયાના યાન્બુ નિકાસ રૂટ દ્વારા થતા પરિવહનને કારણે આ આંચકાને થોડો અંશે અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જો તણાવ લાંબો ચાલશે તો સ્થિતિ બેકાબૂ બની શકે છે.

    આ વૈશ્વિક તણાવની સીધી અસર ગુરુવારે બજાર પર સ્પષ્ટ જોવા મળી હતી. ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક ગણાતું ‘બ્રેન્ટ ક્રૂડ’ ૨%થી વધુ ઉછાળા સાથે પ્રતિ બેરલ $૯૫ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે બીજી તરફ, અમેરિકાનું ‘વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ’ (WTI) ક્રૂડ પણ ૪%ના તોતિંગ ઉછાળા સાથે પ્રતિ બેરલ $૯૩.૬૪ પર પહોંચી ગયું હતું. જો બંને દેશો વચ્ચે મંત્રણા સફળ નહીં થાય તો આગામી દિવસોમાં ઇંધણના ભાવ સામાન્ય નાગરિકોનું બજેટ પણ ખોરવી નાખશે.

    કોમોડિટી મૂવમેન્ટ :-

    કોમોડિટી બજારમાં આજે નબળુંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું, જ્યારે સિલ્વરમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. સોનું અને કોપર પણ નરમ વલણમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માંગ-પુરવઠાના સંકેતો વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા…!!!

    ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૪૭,૬૩૫ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર સ્થિરથી સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત ખરીદીના ટેકાથી ભાવ રૂ. ૨,૩૫,૭૨૧ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત નબળાઈ જોવા મળતાં ભાવ રૂ. ૧,૩૧૨.૮૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

     ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના પ્રભુત્વને કારણે ભાવ રૂ. ૮,૫૨૬ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. ઊર્જા ક્ષેત્રમાં વેચવાલી વધતાં ભાવ રૂ. ૨૯૯.૪૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં નબળાઈ જોવા મળી હતી. સેક્ટરમાં વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૪,૫૮૮ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!

    ભાવિ દિશા : રોકાણકારોએ આક્રમક ખરીદી ટાળવી, રોકડનું પ્રમાણ જાળવવું અને માત્ર મજબૂત મૂળભૂત પરિબળો ધરાવતા શેરોમાં જ તબક્કાવાર રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે. આગામી સત્રોમાં વૈશ્વિક બજારો, વિદેશી નાણાંપ્રવાહ, ડોલર સૂચકાંક અને ક્રૂડ ઓઈલની દિશા ભારતીય શેરબજારની ચાલ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.ટૂંકા ગાળામાં બજાર પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે. જો વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહે અને વૈશ્વિક સંકેતો નબળા રહે તો બજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

    મહત્વપૂર્ણ આધાર સ્તર તૂટે તો વેચવાલી વધુ ઝડપ પકડી શકે છે.બેંકિંગ ક્ષેત્ર બજારને મર્યાદિત ટેકો આપી શકે છે, પરંતુ માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ ક્ષેત્રમાં નબળાઈ યથાવત રહે તો સૂચકાંકો પર દબાણ વધશે. હાલની સ્થિતિને “મંદી તરફી અને ઊંચી અસ્થિરતા ધરાવતું બજાર“ તરીકે જોવી યોગ્ય રહેશે.

    તા.૧૨.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૦૬.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૦૩ પોઈન્ટ થી ૨૩૩૭૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી ઐરટેલ ( ૧૭૯૫ ) :- ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૭૬૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૫૮૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૦૩ થી રૂ.૧૬૧૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સિપ્લા ( ૧૩૯૧ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૬૭ ) :- ઓઇલ, ગેસ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૧૧૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા એફએમસીજી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૮૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૬ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૨૮૬ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ ( ૧૨૮૦ ) :- કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એર કન્ડીશનિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૫૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઇન્ફોસિસ ( ૧૧૨૩ ) :- ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૦૧૨ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૯૯૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Retail inflationનો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા, દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

    June 12, 2026
    વ્યાપાર

    ટેક્સ મુક્તિ બાદ FPIએ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026
    રાષ્ટ્રીય

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026
    રાષ્ટ્રીય

    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100 ટકા રકમ ઉપાડી શકશે

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    Stock Marketમાં 1000 પોઇન્ટની તેજી; ક્રૂડ 90 ડોલરની નીચે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026

    America સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા

    June 15, 2026

    ડીલ પહેલા જ Israel લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

    June 15, 2026

    US and Iran વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Taiwan ની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું

    June 15, 2026

    India and France દ્વિપક્ષીય વેપાર બમણો કરી 32 અબજ ડોલરે પહોંચાડશે

    June 15, 2026

    Bhavnagar: સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ હવે કોઈ નહીં કરી શકે

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.