New Delhi,તા.19
ભારત હવે માત્ર પોતાનાં લોકો માટે જ નહીં, પરંતુ દુનિયાનાં કરોડો દર્દીઓ માટે પણ આશા બની ગયું છે. સસ્તી અને સારી દવાઓ બનાવવામાં ભારત સતત દુનિયાનાં મોટા દેશોથી આગળ નીકળી રહ્યું છે. WHO સહિતનાં અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતીય દવાઓની તાકાતના વખાણ થયા છે.
– ભારતમાંથી WHO ને આપવામાં આવતી આશરે 70 ટકા વેક્સિન જાય છે.
– અમેરિકામાં ઉપયોગમાં લેવાતી 14 ટકા જેનરિક દવાઓ ભારતમાંથી પહોંચે છે.
– ભારતમાં US FDA દ્વારા મંજૂર કરાયેલી દવાઓની ફેક્ટરીઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ધરાવતાં દેશોમાં સામેલ છે.
– ભારતની 70 ટકા જેનરિક દવાઓ અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં એક્સપોર્ટ થાય છે.
– કોવિડ દરમિયાન ભારતે ‘વેક્સિન મૈત્રી’ અભિયાન અંતર્ગત 100 થી વધુ દેશોને વેક્સિન મોકલી હતી.
– 15 દેશોએ ભારતીય દવાની ગુણવત્તાના માપદંડોને સત્તાવાર માન્યતા આપી છે. ક્યુબા તાજેતરમાં આવું કરનારો 15મો દેશ બન્યો છે.
– સરકારની જન ઔષધિ યોજનાથી લોકોને સસ્તી દવાઓ મળી રહી છે અને સારવારનો ખર્ચ ઓછો થયો છે.

