New Delhi તા.19
કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્તાહમાં બીજી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાયા અને તેના માટે મોંઘા ક્રુડતેલને કારણે પેટ્રોલ તથા ડિઝલ વેચવામાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓને મોટી ખોટ જઈ રહી છે તેવા દાવા કરે છે તે વચ્ચે સરકારી ઓઈલ માર્કેટીંગ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને જાહેર કરેલા ત્રિમાસિક પરિણામોમાં તેનો નફો 78 ટકા વધીને રૂા.14458 કરોડ થયો હોવાનું ખુદ કંપનીએ જાહેર કર્યુ છે.
ઈન્ડીયન ઓઈલની આવક ચોથા કવાટરમાં એટલે કે જાન્યુ. થી માર્ચમાં રૂા.2.37 લાખ કરોડ નોંધાય છે. આજે પણ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરતા ઓઈલ માર્કેટીંગ કંપનીઓમાં શેરના ભાવ વધી ગયા હતા.
ઈન્ડીયન ઓઈલનો શેર 3 ટકા વધીને 135.63 રૂપિયા નોંધાયો છે. કંપનીએ જાન્યુ.-માર્ચ 2026ના કવાર્ટરમાં 14458 કરોડનો કુલ નફો કર્યો છે જે અગાઉ આ જ સમયે રૂા.8124 કરોડનો નફો કંપનીએ દર્શાવ્યો હતો.
આમ ઈરાન યુદ્ધ શરુ થયા બાદ ક્રુડતેલ મોંઘુ થયુ છે અને ફેબ્રુઆરી-માર્ચમાં મોંઘા ક્રુડતેલના કારણે સરકારે બે વખત ભાવવધારો કર્યો છે પણ તેની સામે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને ખોટ જઈ રહી હોવાની દલીલ સામે આ તગડો નફો સતાવાર રીતે બહાર આવ્યો છે અને એટલું જ નહી કંપનીએ પ્રતિ શેર રૂા.1.25નું ડીવીડન્ડ પણ જાહેર કર્યુ છે.
જો કવાર્ટર ટુ કવાર્ટર જોઈએ તો 2025-26ના ત્રીજા કવાર્ટરમાં કંપનીનો નફો 13007 કરોડનો હતો. જે પણ વધી ગયો છે. આમ માર્ચ માસ સુધીમાં કંપનીને કોઈપણ પ્રકારે ખોટ ગઈ નથી તે નિશ્ચિત થયુ છે.

