New Delhi, તા.૨૦
Asian Games ૨૦૨૬ માં ૨૦ સપ્ટેમ્બર અને રવિવારે ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે પહેલું સિલ્વર મેડલ જીતી લીધું છે. ભારતની દીકરીઓએ ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. આ ટીમ ઈલાવેનિલ વલારિન, સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમ્કલની હતી.
ભારત માટે રવિવારનો દિવસ ખાસ રહ્યો છે. એશિયન ગેમ્સમાં રાઈફલ શૂટિંગ ટીમ ઈવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યું છે. ભારતની ૩ શૂટર ઈલાવેનિલ વલારિન, સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમ્કલે ટીમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેમણે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારત માટે રજત પદક જીત્યું છે. આઈચી પ્રીફેક્ચરલ જનરલ શૂટિંગ ગેલેરીમાં ભારતીય ટીમે ૬-૬ સીરીઝની શૂટિંગ બાદ ૧૮૯૮ અંક મેળવ્યા અને બીજું સ્થાન મેળવ્યું.
ટીમ ઈવેન્ટમાં પહેલું સ્થાન અને ગોલ્ડ મેડલ ચીન એ જીત્યું છે. ચીનની જીએફઈ વાંગ, જિયાયુ હાન અને યુચેન ડૂની ટીમે ૧૯૦૪.૨ અંક સાથએ વિશ્વ રેકોર્ડ સ્કોર કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યું. જ્યારે જાપાનની ટીમે ૧૮૯૭.૧ અંક સાથે કાંસ્ય પદક મેળવ્યું.
મહત્વપૂર્ણ છે કે ભારતની નિશાનેબાજ ઈલાવેલિન વલારિન અને સોનમ મસ્કર એ મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલના વ્યક્તિગત ફાઈનલ માટે પણ ક્વોલીફાઈ કર્યું છે. જેમાં સોનમ મસ્કર એ ૬૩૪.૧ અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે જ્યારે ઈલાવેલિન ૬૩૩.૫ અંક સાથે સાતમા સ્થાને છે.
ઈલાવેલિન વલારિનને આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષોનો અનુભવ છે જ્યારે સોનમ મસ્કર અને વિદર્સા વિનોદ એ પણ ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન કર્યું. ત્રણેય ખેલાડીના સંયુક્ત પ્રદર્શનના કારણે આ સ્પર્ધામાં ભારતે સિલ્વર મેડલ જીત્યું.

