ફૂકેટ– બેંગ કોક ની શેર કરવા માટે ના સપના જોનારા લોકો છેતરાયા
Rajkot,તા.02
આંતરરાષ્ટ્રીય ટુર પેકેજ ના આંબા આંબલી બતાવી લોકોને છેતરવાના બનાવમાં ફુકેટ અને બેંકકોક ટુરના આખા પેકેજ ના પૈસા લઈ માત્ર ફ્લાઈટની ટિકિટ જ હાથમાં પકડાવીને કહેવાતા ટૂર ઓપરેટરોએ નવતર પ્રકારની ઠગાઈ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માલવયા નગર પોલીસ સ્ટેશન માં સેવન સ્ટાર મોબાઇલ શોપના સંચાલક ચિરાગ રમણીક દાવડા ૩૧ એ ધર્મેશ જગદીશ ખેની રહે સુરત વાળા સામે બેંગકોક અને ફુકેટ ના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજ ના નાણા લઈ માત્રને માત્ર ટિકિટ આપીને ૫.૩૪ લાખની છેતરપિંડી ની રીતે ગુનો નોંધ્યો છે.ધર્મેશ ખેની વિદેશ પ્રવાસ ના ટુર પેકેજ ઓપરેટર તરીકે ઓળખ આપીને ચિરાગ રમણીક દાવડા, તેના મિત્ર અંકિત, ને બેંગકોક પેકેજના નામે વ્યક્તિદીઠ 67 500 નો ખર્ચ થશે તેમ જણાવી અંકિત અને ધવલ પાસે કુલ ૨.૫૮ લાખ ઓનલાઇન ભરાવ્યા હતા. આ જ રીતે સંજય ભુવા પાસેથી પણ બે લાખ લીધા હતા અને તમામને માત્ર ૫૫ હજારની કિંમતની ફુકેટ જવાની ટિકિટ કરાવી દીધી હતી. અને હિસાબ અને જાણકારી માંગતા ગલ્લા કલ્લા કર્યા હતા ત્યાર પછી મોબાઈલ અને ઓફિસ બંધ કરી ક્યાંક બંને સખશોપોબારા ભણી ગયા હતા. આખા ટુર પેકેજ ના પૈસા લઈ માત્ર પ્લેન ની ટિકિટ બુક કરાવી દે રૂપિયા હજમ કરી જનાર સામે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે