આઈપીએલની 19મી સીઝનની પોતાની પ્રથમ મેચમાં `હિટમેન’ રોહિત શર્મા એક નવા અંદાજમાં જોવા મળ્યાં. તેમના આ બદલાયેલા તેવર જોઈને ક્રિકેટ જગતમાં ઘણા લોકો આને `રોહિત 2.0′ નો ઉદય માને છે. KKR વિરૂધ્ધ તેમની ધમાકેદાર ઈનિંગે સાબિત કરી દીધું છે કે તેઓ ફરી એકવાર પોતાનો જૂનો દબદબો જમાવવા પાછા ફર્યા છે.
કોઈ એક ટીમ વિરૂધ્ધ રોહિતનું પ્રભુત્વ ખરેખર બેમિસાલ છે. કોલકાતા વિરૂધ્ધ હવે તેમનાં નામે 1161 રન થઈ ગયા છે, જે આઈપીએલ ઇતિહાસમાં કોઈ એક ટીમ વિરૂધ્ધ કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સર્વાધિક રન છે.
આઈપીએલમાં સૌથી વધુ 50+ સ્કોર
આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી મોખરે છે, જેમણે 72 વખત આ પરાક્રમ કર્યું છે. ત્યારબાદ ડેવિડ વોર્નર 66 વખત, શિખર ધવન 53 વખત, રોહિત શર્મા 50 વખત અને કે.એલ. રાહુલ 45 વખત 50 થી વધુ રન બનાવી ચૂક્યાં છે.
એક જ મેદાન પર સૌથી વધુ રન
કોઈ એક ચોક્કસ સ્ટેડિયમમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે, જેમણે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3271 રન બનાવ્યાં છે. આ યાદીમાં અન્ય ખેલાડીઓ આ મુજબ છેઃ
– રોહિત શર્મા : 2529 રન (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
– એબી ડી વિલિયર્સ : 1960 રન (ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરૂ)
– ડેવિડ વોર્નર : 1623 રન (હૈદરાબાદ)
– ક્રિસ ગેલ : 1561 રન (ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ)
કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન
ચોક્કસ ટીમ વિરૂધ્ધ સૌથી વધુ રન બનાવવામાં રોહિત શર્મા આગળ છે, જેમણે KKR સામે 1161 રન બનાવ્યાં છે. અન્ય રેકોર્ડ્સ ઃ-
– વિરાટ કોહલી : 1159 રન (PBKS સામે)
– વિરાટ કોહલી : 1146 રન (CSK સામે)
– ડેવિડ વોર્નર : 1134 રન (PBKS સામે)
– વિરાટ કોહલી : 1093 રન (DC સામે)
છેલ્લી પાંચ સીઝનમાં `હિટમેન’ રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ
– 2021 : 127.42
– 2022 : 120.17
– 2023 : 132.8
– 2024 : 150
– 2025 : 149.28

