New Delhi,તા.૧૭
જામિયા મિલિયા ઈસ્લામિયાના કેમ્પસમાં ફરી એકવાર વાંધાજનક સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. જામિયા હિંસાની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે એક વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતાં જામિયા કેમ્પસ ફરી એકવાર વાંધાજનક સૂત્રોથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન લા ઇલાહા ઇલ્લાલાહા જેવા નારા લગાવવામાં આવ્યા હતા. “દિલ્હી પોલીસ મુર્દાબાદ” ના નારા પણ સંભળાયા. તમને જણાવી દઈએ કે ૧૫ ડિસેમ્બરે જામિયામાં કેટલાક વિદ્યાર્થી સંગઠનો ઝ્રછછ વિરોધી વિરોધ પ્રદર્શનની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા હતા અને ૨૦૧૯માં દિલ્હી પોલીસ કેમ્પસમાં પ્રવેશી હતી. આ દરમિયાન કેમ્પસમાં આ સૂત્રોચ્ચાર સંભળાયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ “તેરા મેરા રિશ્તા ક્યા, લા ઇલાહા ઇલ્લાલ્લાહ”, “નારા એ તકબીર અલ્લાહ હુ અકબર” અને “હમ લેકે રહેંગે આઝાદી” જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. આ સાથે “ડાઉન વિથ જામિયા એડમિનિસ્ટ્રેશન”, “ડાઉન વિથ દિલ્હી પોલીસ” અને “ડાઉન વિથ એબીવીપી” જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સૂત્રોચ્ચાર ૧૫ ડિસેમ્બરે ઝ્રછછ વિરોધી વિરોધ પ્રદર્શનની પાંચમી વર્ષગાંઠ અને ૨૦૧૯ માં કેમ્પસમાં દિલ્હી પોલીસની પ્રવેશના પ્રસંગે કરવામાં આવ્યા હતા. જો કે, યુનિવર્સિટીએ એક દિવસ પહેલા ૧૫ ડિસેમ્બરના રોજ તમામ વર્ગો સ્થગિત કરી દીધા હતા, અને પુસ્તકાલય અને કેન્ટીનને બંધ કરવા માટે નોટિસ પણ આપી હતી.
નોંધનીય છે કે ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન, દિલ્હી પોલીસ જામિયા કેમ્પસમાં ઘૂસી ગઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ઝ્રછછ વિરોધી વિરોધ પ્રદર્શન અને પોલીસ બર્બરતાની વર્ષગાંઠ પર એક સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક ઉત્સાહ વધારતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જો કે, આ અંગે એનએસયુઆઇ જામિયાના પ્રમુખ અદનને કહ્યું કે અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ વિરોધ સાંજે થયો હતો. અમે ન તો આવા નારા લગાવ્યા છે અને ન તો અમને તેની જાણ છે. જામિયા પ્રશાસને ૧૫ ડિસેમ્બરે જાળવણીના નામે સેન્ટ્રલ લાઇબ્રેરી અને કેન્ટીન બંધ કરી દીધી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો કારણ કે વિરોધ કરવો એ અમારો અધિકાર છે.

