Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં અકસ્માત,કારચાલકે કાબુ ગમાવતા ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત
    જામનગર

    Jamnagarમાં અકસ્માત,કારચાલકે કાબુ ગમાવતા ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત

    Vikram RavalBy Vikram RavalJanuary 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૧૬

    રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ જામનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જામનગરના લતીપર ગામ પાસે આ ઘટના ઘટી હતી. જેમાં કાર ચાલુ કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

    મળતી માહિતી મુજબ કારમાં પાંચ વ્યક્તિ સવાર હતા. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં રીસી ચભાડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિવેક પરમારનું મોત નિપજ્યું છે.

    હાલ જામનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તે સામે આવી શક્યું નથી. પરંતુ આ ડ્રાઇવરની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

    આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા હર્નિશભાઈ રાજેશભાઈ ચભાડીયા કે જેના પરિવારમાં કૌટુંબિક દીકરા દીકરી ના લગ્ન યોજાયા હોવાથી જે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગરમાં શિવ નગર શેરી નંબર ૪ માં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (૨૯ વર્ષ), મૂળ લતીપર-લાલપુર ના વતની અને હાલ રાજકોટ રહેતા રીશી મુકેશભાઈ ચભાડીયા (૧૯ વર્ષ) તેમજ જામનગરમાં શ્રીજી હોલ પાસે રહેતા વિવેક દિનેશભાઈ પરમાર(૨૩ વર્ષ) કે જેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, તેમજ જામનગર તાલુકાના વિવાપર ગામના વતની જસ્મીનભાઇ વિઠ્ઠલભાઈ પણસારા (૧૯ વર્ષ) તથા હરનીશભાઈ રાજેશભાઈ (૨૫ વર્ષ) કે જેઓ પાંચેય ગઈકાલે રાત્રે એક કારમાં બેસીને ધ્રોળ ચા પાણી નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી રાત્રિના બે વાગ્યે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન લતિપર ગામના પાટીયા પાસે જી.જે. ૩૬ એ.સી. ૪૯૫૭ નંબર ની કારના ચાલક જસ્મીન પણસારાની બેદરકારીના કારણે કાર પલટી મારી ગઈ હતી, અને રોડથી નીચે ઉતરીને ચાર પાંચ ગડથોલીયા ખાઈ ગઈ હતી. જે અકસ્માતના કારનું પડીકુ વળી ગયું હતું, જેથી પાછળ ની સીટમાં બેઠેલા રીસી મુકેશભાઈ, વિવેકભાઈ પરમાર તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા કે જે ત્રણેને ગંભીર ઇજા થવાથી ત્રણેયના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે જસ્મીન વિઠ્ઠલભાઈ તેમજ હર્નિશ રાજેશભાઈ કે જે બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.સમગ્ર મામલાની જાણ થતાં ધ્રોલ પોલીસની ટુકડી બનાવના સ્થળે તેમજ જામનગરની ઓસવાળ હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે ફરીયાદ નોંધી છે, તેમજ ત્રણેય મૃતકોના મૃતદેહો નૉ કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તમામના પોસ્ટમોર્ટમ કરાવાયા છે. આ અકસ્માતના બનાવને લઈને લતીપરના પરિવારમાં ભારે માતમ છવાયો છે, અને આજે બાકીની લગ્નવિધિ સાદાઇથી આટોપી લેવામાં આવી રહી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.