(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
કાલાવડ તાલુકાના સણોસરા ગામની સીમમાં ખેતરમાં કામ કરતી એક મહિલા મજૂરનું ઝેરી જનાવર કરડતાં કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલ રાજસ્થળી ગામ નજીકની વાડીએ ખેતમજૂરી કામ કરતી રશીલાબેન દિલીપભાઈ ખરાડ (ઉ.વ. ૨૪) ખેતરમાં કામ દરમિયાન ઝાડા તરફ જતાં તેમના ડાબા પગના સાથળના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. ત્યારબાદ તેઓ બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

