New Delhi,તા.23
કેરળના શબરીમાલા મંદિરમાં ચોકકસ ઉમરના મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને દુર કરતા સુપ્રીમકોર્ટના અગાઉના ચુકાદાથી રીવ્યુ પીટીશનમાં નવ જજોની બંધારણીય ખંડપીઠ સમક્ષ સરકારે દલીલ કરી હતી કે સામાજીક-ધાર્મિક સુધારાની જરૂર છે પણ તે માટે અદાલતો કરતા સરકાર વધુ સારી રીતે કામ કરી શકે છે. કારણ કે તે લોકોના પ્રતિભાવ-આકાંક્ષા જાણવા માટે વધુ સારી રીતે સજજ છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠ કોઈપણ ભકતની વ્યક્તિગત જે શ્રદ્ધા છે તેને સરકાર પણ સામાજીક સુધારાના નામે લોકોના ધાર્મિક અધિકાર કે તેની જે સમજ છે તેને અવગણી શકે નહી.
સરકારે દલીલ કરી કે ધાર્મિક અને સામાજીક સુધારા લોકોની ઈચ્છાથી આવી શકે છે અને સરકાર તેમાં કાનુન લાવીને તેને અમલી બનાવી શકે છે. ધાર્મિક કે સામાજીક સુધારામાં જવું વૈધાનિકતા એ રીતે ચકાસવી પડે તે ભકતના ધાર્મિક આસ્થામાં કોઈ દખલગીરી નથી તે નિશ્ચિત કરી શકે પણ સામાજીક સુધારક તરીકે અદાલતની એક મર્યાદા છે.
અદાલત જયારે વ્યક્તિગત અધિકાર અને ધાર્મિક માન્યતા વિરુદ્ધની દલીલો સાંભળી રહી છે. જો કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ વારંવાર ધાર્મિક મુદામાં અદાલત સાંભળી શકે નહી તેના પર પોતાનો અધિકાર હોવાની વાત કરી રહી છે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી સુરેશે મંતવ્ય દર્શાવ્યું કે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્ય આ સિવાય પણ જયાં મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય ત્યાં અદાલત દખલ કરી શકે છે.

