Junagadh,તા.25
ગિરનાર રોપ-વે આગામી તા. ૦૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી અન્વયે સંપૂર્ણ બંધ રહેશે.યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ પ્રકારનું ટેકનિકલ મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં, જેની દરેક પ્રવાસીઓએ નોંધ લેવા વિનંતી છે. વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયા બાદ તા. ૧૧ જૂન થી રોપવે સેવાઓ પુન રાબેતા મુજબ કાર્યરત થશે. એમ મેનેજમેન્ટ, ગિરનાર રોપ વે જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

