New Delhi,
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ભારત માટે રમવું જોઈએ. ભારત નવા વર્ષની શરુઆત ન્યુઝીલેન્ડ સામેની તેની જ ભૂમિ પર રમાનારી વન ડે શ્રેણીથી કરશે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એક વખત ભારતની જર્સીમાં જોવા મળશે. ’ફોલો ધ બ્લૂઝ’ પર બોલતાં જિયોસ્ટાર એક્સપર્ટ ઈરફાન પઠાણે રોહિત અને કોહલીની વન ડે કારકિર્દીને લંબાવવાના મહત્વ પર ભાર મૂક્યો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે વર્લ્ડ કપ 2027માં રમવા અંગે ઇરફાન પઠાણે કહ્યું કે, તમે ચોક્કસપણે વનડે વર્લ્ડ કપ વિશે વિચારવા માંગો છો. તે હજુ દૂર છે, પરંતુ હું ઈચ્છું છું કે રોહિત અને કોહલી લાંબા સમય સુધી ભારત માટે રમે અને જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા નથી ત્યારે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં જુએ.

