Rajkot. તા.08
ગોંડલ રોડ પર આવેલ મહીરાજ હોટલ પાસેથી થાર કારમા દારૂની હેરાફેરીનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો અને આજીડેમ વિસ્તારમાં રહેતા કુલદીપ પાથર નામના શખ્સને દબોચી 231 બોટલ સાથે પકડી રૂ.10.46 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછતાછમાં તે સેલ્ફ રેન્ટ પર થાર કાર લઈ સાયલાથી દારૂ ભરી આવ્યો અને છૂટકમાં વેંચાણ કરવાનો હતો.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલ સયુંકત બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડીથી ગોંડલ તરફ જતા મહીરાજ હોટેલની સામે રોડ ઉપરથી મહિન્દ્રા થાર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે કુલદિપ ગોરઘન પાથર (ઉ.વ.25, રહે. શ્રમજીવી સોસાયટી શેરી નં.2 રણુજા મંદિરથી આગળ) ને પકડી વોડકા સહિતની મોંઘી દારૂની કુલ બોટલ 231 રૂા.46,656 અને થાર કાર મળી કુલ રૂ.10.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ સેલ્ફ રેન્ટ પર થાર કાર લઈ સાયલાથી દારૂ ભરી આવ્યો અને છૂટકમાં વેંચાણ કરવાનો હતો, હાલ પોલીસે સાયલના બુટલેગરનું નામ ખોલાવી પકડવા તજવીજ હાથ ધરસે.

