Italy,તા.10
ઈટાલીના વડાપ્રધાન જયોર્જીયા મેલોની તેમના આકરા સ્વભાવ માટે જાણીતા છે અને જરૂર પડે તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ટકકર લેવા તૈયાર છે તે સમયે હાલમાં જ એક સમારોહમાં જેમાં ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ પણ હાજર હતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યક્રમમાં પેલેસ્ટાઈનમાં જે રીતે ઈઝરાયેલ દ્વારા બાળકો અને મહિલાઓ પર હુમલા કરી હજારોની હત્યા કરાઈ છે તે સંદર્ભમાં મેલોનીએ પોતાનો આકરો મિજાજ બતાવ્યો હતો.
તેમણે પોતાના ગળામાં પેલેસ્ટાઈનનો ધ્વજ વિટાળીને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ નેતાન્યાહુની સામેથી પસાર થયા હતા અને આ આયોજનમાં તેઓ પુરા સમય પેલેસ્ટાઈનના ધ્વજ પોતાના ગળામાં રાખ્યો હતો.
મેલોનીએ કહ્યું કે, હું વડાપ્રધાન ઉપરાંત એક મહિલા અને એક માતા પણ છું અને જયારે કોઈ નિર્દોષ બાળકોની હત્યા કરતુ હોય તો હું તે મુકપ્રેક્ષક બનીને જોઈ રહુ નહી અને તેમણે નેતાન્યાહુની સામે આ પ્રકારે પેલેસ્ટાઈનનો ધ્વજ વિંટાળી અને ચકકર મારવાનું ચાલુ રાખતા જ જબરો સનાટો છવાઈ ગયો હતો.
બીજી તરફ તેણે અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આકરા જવાબ આપ્યા હતા અને નાટોના સભ્ય હોવા છતાં પણ જે રીતે અમેરિકાની ઐસીતૈસી કરે છે તે પણ ચર્ચાસ્પદ બન્યુ છે.

