રૂા. ૫૦ લાખનું વળતર ફરીયાદીને ન ચુકવે તો વધુ છ માસની જેલ
Rajkot,તા.05
લોધીકા તાલુકાના ઢોલરા ગામે મંદિર નિર્માણ દરમિયાન પરિચયમાં આવેલા આઘેડને મિત્રતાના દાવે હાથ ઉછીની આપેલી રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે ફરવાના કેસ ચાલી જતા અદાલતે કાળુભાઈ કમાણીને બે વર્ષની સજા અને ૫૦ લાખનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે. લોધિકા તાલુકાના ઢોલરા ગામે રહેતા લાલજીભાઈ ૫૨સાણા અને કાલાવડ મુકામે રહેતા કાળુભાઈ જેરામભાઈ કમાણી રામાપીરના મંદિર નિર્માણ દરમિયાન પરિચય થયો હતો.બાદ ધંધાના વિકાસ માટે અને દુકાન તેમજ મકાન લેવા માટે કાળુભાઈ કમાણીએ લાલજીભાઈ પાસેથી રૂા. ૫૦ લાખ ઉછીની લીધા હતા. ઉછીની લીધેલી રકમ ચૂકવવા કાળુભાઈએ લાલજીભાઈને રૂા. ૨૫ લાખના બે ચેક આપેલ હતા. જે બન્ને ચેક રીટર્ન થતા લાલજીભાઈ પરસાણાએ કાળુભાઈ વિરૂધ્ધ કોર્ટમા બે કેસ દાખલ કરેલ જે બન્ને કેસમા દર માસે રૂપીયા દસ હજાર આપવાના અને જો આ હપ્તા બે માસ સુધી ન આપે તો બધી રકમ એક સાથે વસુલ મેળવવા અન્ય રૂા. ૨૫ લાખના બે ચેક આપી સમાધાન થયું હતુ. બાદ આરોપી કાળુભાઈ કમાણી ઉપરોકત સમાધાન મુજબ વરતેલ નહી તેથી ફરીયાદી લાલજીભાઈએ સમાધાન પેટે આપેલ રકમ રૂા. ૨૫ લાખનો ચેક બેંક માથી રીટર્ન થયેલ. જેથી ફરીયાદીએ ચેક રીટર્ન થવા સબબ લીગલ ડીમાન્ડ નોટીસ આપેલ. છતા લેણી રકમ ન ચુકવતા ફરીયાદી લાલજીભાઈએ આરોપી કાળુભાઈ કમાણી વિરૂધ્ધ ચેક રીટર્નની ફરીયાદ કોર્ટ મા દાખલ કરી હતી. અદાલતમા ચેક રીટર્નનો કેસ ચાલતા. જેમા ફરીયાદી ની સોગંદ ઉપર જુબાની લેવામા આવેલી. છેવટે ફરીયાદીના વકીલની વિસ્તૃત દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ જે ધ્યાને લઇ અદાલતે આરોપી કાળુભાઈ કમાણીને બે વર્ષની કેદ, રૂા. ૨૫ હજા૨નો દંડ અને રૂા. ૫૦ લાખના વળતર ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની જેલ સજાનો હુકમ ફરમાવેલો છે.આ કામમા ફરીયાદી લાલજીભાઈ પરસાણાના વકીલ તરીકે ધારાશાસ્ત્રી નૈમિષ જે. પટેલ, ડી. કે. વ્યાસ, વિશાલ વી. અજાણી અને અક્ષય એ. ત્રીવેદી રોકાયા હતા.

