New Delhi તા.6
સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક દુષ્કર્મના આરોપના કેસમાં મહત્વની સુનાવણી કરતા કહ્યું હતું કે, એ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે કે એક વિવાહિત મહિલાને લગ્નનો ખોટો વાયદો કરીને યૌન સંબંધ માટે તેને ઉશ્કેરી હતી. સુપ્રિમ કોર્ટે લગ્નની લાલચ આપીને શારિરીક સંબંધ બનાવવા માટે દુષ્કર્મના આરોપનો કેસ રદ કરતા આ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ બી.વી. નાગરાના અને ઉજ્જવલ ભુઇયાની બેન્ચે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે આ અદાલતે વારંવાર કહ્યું છે કે માત્ર વ્યક્તિને લગ્નનો વાયદો કરી શારિરીક સંબંધ બનાવ્યા છે. તેનો મતલબ એ નથી કે દરેક કેસમાં આ દુષ્કર્મનો અપરાધ હશે.
બેન્ચે જણાવ્યું હતું કે, આઇપીસીની ધારા 375 અંતર્ગત અપરાધ ત્યારે બને છે જ્યારે આરોપીએ લગ્નનો વાયદો માત્ર યૌન સંબંધ બનાવવા માટે સહમતી લેવાના ઉદેશથી કર્યો હોય અને શરૂથી જ તેનો ઇરાદો વાયદો પૂરો કરવાનો ન હોય.
સુપ્રિમ કોર્ટે છત્તીસગઢ હાઇકોર્ટનો ફેંસલો રદ કરીને આ ફેંસલો આપ્યો છે, હાઇકોર્ટે કેસમાં આરોપી વકીલ સામે નોંધાયેલ દુષ્કર્મનો કેસ રદ કરવાનો ઇન્કાર કરતા મામલો સુપ્રિમમાં પહોંચ્યો હતો.

