(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar શહેરના ઢીચડા રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસના જણાવ્યા મુજબ, તિરૂપતિ-૧ વિસ્તારમાં રહેતી ડિમ્પલબેન સિદ્ધાર્થભાઈ પરમાર (ઉંમર ૨૨ વર્ષ)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં છતના પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે મૃતક યુવતીના પતિ સિદ્ધાર્થ શરદભાઈ પરમારની જાહેરાત ના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

