(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagarમાં ચેક પરત ફરવાના કેસમાં નીચલી અદાલતે કરેલ દંડ અને સજાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જ્યાં નીચલી અદાલતનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. ગીતાબેન જેરામભાઈ ખિમસુર્યા એ બિલ્ડર શૈલેષ ડાયાભાઈ રાઠોડ પાસે થી ઠેબા રે.સ.નં.૫૯૮/પૈકીપૈકી૨ વાળી જગ્યા માં સરદાર પાર્ક નામે બીનખેતી થયેલ સબ-પ્લેટ નં.૧/સી જેનુ ક્ષેત્રફળ ૪૭.૭૭ ચો.મી.જેના ચો.ફુટ ૫૧૪.૦૦ વાળો રૂપિયા સાત લાખ પચાસ હજાર પુરા માં ટેનામેન્ટ ના બાંધકામ સહિત ખરીદ કરેલ અને અવેજ પેટે રૂપિયા ૬,૫૦,૦૦૦ ચૂકવ્યા હતા.
બિલ્ડર શૈલેષ ડાયાભાઈ પરમારે ફરીયાદી ને તા.૧૭૧૦૨૦૨૦ સુધી માં બાકી રહેતી રકમ ચુકવી અને પાકો દસ્તાવેજ કરી આપવાનુ નક્કી થયેલ .આરોપી પાસે મુદત સમય પુર્ણ થતા મકાન ની માંગણી કરતા આ કામ ના આરોપી એ ફરીયાદી ને જણાવેલ કે મે આ મકાન અન્ય ને વહેચી દીધેલ છે. અને તમો ને તમારા રૂપીયા પરત કરી આપુ છું આમ કહી ફરીયાદી ને આ કામ ના આરોપીએ છ લાખ પચાસ હજાર નો ચેક આપ્યો હતો.
ફરીયાદી એ ચેક તેમની બેંક માં વસુલાત માટે રજુ કરતા ’ડ્રોવર્સ સીગ્નેચર ડીફર’’ ના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલ.જેથી ફરીયાદી એ ચેક રીર્ટન થતા જામનગર ની અદાલત માં ફોજદારી કેશ આરોપી શૈલેષ ડાયાભાઈ રાઠોડ વિરૂધ્ધ ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની ફરીયાદ દાખલ કરેલ હતી જે કેશ માં આરોપીને ચેક ની રકમ રૂા.૬,૫૦,૦૦૦ નો દંડ તથા ૧ વર્ષ ની કેદ ની સજા નો હુકમ કરેલ છે. આ હુકમ સામે આરોપી દ્વારા જામનગર ની સેશન્સ અદાલત માં અપીલ દાખલ કરતા સદર અપીલ ચાલી જતા જામનગર ના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.આર.જોશી એ આરોપી ની અપીલ ના મંજુર કરી નીચેની અદાલત નો દંડ તથા ૧ વર્ષ ની કેદની સજાનો હુકમ કાયમ રાખેલ છે.આ કેશ માં ફરીયાદી તરફે જામનગર ના ધારાશાત્રીઓ ક્રિપાલસિંહ આર જાડેજા તથા કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયેલ હતા.

