16 વર્ષીય સગીરાને પરિવારજનોએ મસાલા નહિ ખાવા ઠપકો આપતા ભર્યું પગલું,
Rajkot,તા.11
વિમલ ખાવા બાબતે ઘરના સભ્યો સાથે ઝઘડો થતા
ઝેરી દવા પી જનાર ૧૬ વર્ષની સગીરાનું સારવારમાં મોત થયું હતું. મૂળ એમપીનો પરિવાર રાજકોટના કોઠારીયા ગામના વાડી વિસ્તાર રહે છે, પિતા 20-25 દિવસથી ક્યાંક નીકળી ગયા હોય, સગીરા તેના માતા અને ભાઈ – બહેન સાથે રહેતી હતી. તા.8મીએ પાકમાં છાંટવાની દવા પી લીધા પછી લીલુ ભુરીયા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ હતી. આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગે જાણવા મળ્યાં મુજબ, મૂળ એમપીનો પરિવાર કોઠારીયા ગામે રણજીતસિંહ બારડની વાડીમાં ખેત મજૂરી કરે છે અને ત્યાં વાડીમાં જ રહે છે. આ પરિવારની ૧૬ વર્ષની દીકરી છે. આ દીકરીના પિતા ૨૫ દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગયા છે. થોડા દિવસો સગીરાની માતા તેને શોધવા વતનમાં ગયેલ પણ પિતા મળ્યાં નહોતા. જેથી માતા પરત કોઠારીયા આવી ગયા હતા. અહીં સગીરા અને તેના ભાઈઓ બહેનો સાથે રહેતી હતી. દરમ્યાન વિમલ ખાવા બાબતે ઝઘડો થયેલો. ઉપરાંત કામ કરવા બાબતે પણ ઝઘડા થતા, ઘરમાં થતા આવા ઝઘડાથી કંટાળી સગીરાએ અંતે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. સગીરાને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું ચાલુમાં સારવારમાં આજે મોત નીપજ્યું હતું. સગીરા છ ભાઈ બહેનામાં વચેટ હતી. જિદ્દી સ્વભાવની હોવાથી ગુસ્સામાં પગલું ભર્યું હતું. કુવાડવા રોડ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.