Surendaranagar, તા.2
સબ જેલમાંથી અવારનવાર પ્રતીબંધીત વસ્તુઓ મળી આવે છે. ત્યારે જેલર ગ્રુપ-1 ઝડતી સ્કવોડના ચેકીંગમાં ફરીવાર 3 મોબાઈલ પકડાયા છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ જેલમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જેલના બેરેક નં. 3માંથી સાયબર ક્રાઈમના આરોપી અને જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા વિક્રમસિંહ બાબુસિંહ પરમારે પહેરેલા ટ્રેકના ખીસ્સામાંથી એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો.
આ ઉપરાંત બેરેકમાં રહેલ શૌચાલય પાસે દીવાલમાં ખાડો કરીને સંતાડેલો તથા માતાજીના ફોટા પાછળ દીવાલમાં ખાડો કરીને રાખેલા કીપેડ વાળા 2 મોબાઈલ પકડાયા હતા. જેલ સ્ટાફે કુલ 3 મોબાઈલ કિંમત રૂપીયા 700ના કબજે કરી વિક્રમસિંહ અને અજાણ્યા શખ્સો સામે પ્રીઝન એકટની કલમ મુજબ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ એચસી મુકેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

