New Delhi,તા.29
નીટ યુજી 2026 પેપર લીક મામલાની સીબીઆઈ તપાસ દરમિયાન 21 જૂને યોજાનાર રિ-એકઝામને લઈને કેન્દ્ર સરકારે સુરક્ષાની તૈયારી તેજ કરી દીધી છે. જીહા, સેના અને કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ નીટની રિ-એકઝામ થશે. ગુરુવારે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં પરીક્ષાની સુરક્ષા અને લોજીસ્ટીકસ પર ચર્ચા થઈ હતી.
સૂત્રો મુજબ અનેક વિભાગ મળીને ફુલ પ્રુફ પ્લાન પર કામ કરી રહ્યા છે. તેમાં મિલીટ્રી અને પેરા મિલીટ્રી ફોર્સની મદદ લેવામાં આવશે. સૂત્રો મુજબ કવેશ્ચન ટ્રાન્સપોર્ટેશનમાં એરફોર્સની પણ મદદ લેવામાં આવી શકે છે.
પરીક્ષા કેન્દ્રો પર બહુસ્તરીય સુરક્ષા, સીસીટીવી દેખરેખ અને હેડ કવાર્ટર્સથી રિયલ ટાઈમ મોનીટરીંગ થશે. આ સાથે પીએમઓ સ્તરે પણ દેખરેખ રાખવામાં આવશે.
22 જૂન સુધીમાં ફી રિફંડની તક
નીટ યુજીના 22.79 લાખ ઉમેદવારોમાંથી 13 લાખ છાત્રાએ ફી રિફંડ માટે એકાઉન્ટ નંબર અપડેટ કર્યા છે. એન્ટીએ આજથી ફી પરત કરવાનું શરૂ કરશે. એકાઉન્ટ અપડેટ કરવાની તારીખ 27 મે થી વધારીને 22 જૂન કરી દેવાઈ છે. જનરલ વર્ગને રૂા.1700, ઓબીસી-ઈડબલ્યુએસને રૂા.1600 અને એસસી-એસટી, પીડબલ્યુડી છાત્રોને રૂા.1000 પરત કરાશે.

