Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 17 જુલાઈનું પંચાંગ
    • 17 જુલાઈનું રાશિફળ
    • ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય
    • Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ
    • આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
    • Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા
    • હું ફક્ત દેશનું ભલું ઇચ્છું છું, હું રાષ્ટ્રવિરોધી નથી, Actress Sonakshi Sinha
    • Congress President Mallikarjun Kharge એ ચોમાસુ સત્ર પહેલા પીએમ મોદીને પત્ર લખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં હૃદય-શ્વાસની તકલીફ ધરાવતા દર્દી વધ્યા
    અમદાવાદ

    Gujarat માં હૃદય-શ્વાસની તકલીફ ધરાવતા દર્દી વધ્યા

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,

     ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 45 દિવસમાં શ્વાસની સમસ્યાના 17,476 જ્યારે હૃદયની સમસ્યાના 12,127 ઈમરજન્સી કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના દર્દીમાં 18.89% જ્યારે શ્વાસની સમસ્યાના દર્દીમાં 16.30%નો વધારો થયો છે.

    ગુજરાતમાં ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હૃદયની ઈમરજન્સીના 10,200 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે આ જ સમયગાળામાં 12,127 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, હાલ પ્રતિ કલાકે સરેરાશ 11 જ્યારે પ્રતિ દિવસે સરેરાશ 270 દર્દીને હૃદયની સમસ્યા થતાં ‘108’ દ્વારા હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયના દર્દીઓમાં વધારો થયો છે.

    તબીબો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને 40થી ઓછી વયનામાં હૃદયના દર્દીઓ વઘ્યા છે. તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યુવાનોમાં અચાનક હૃદય બંધ પડવાના કિસ્સા સામે આવ્યા હતા.

    અમદાવાદના સિવિલ પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં અત્યારસુધી ઇન્ડોરમાં 34,155 જ્યારે આઉટડોરમાં 4,977 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, સિવિલની હાર્ટ હૉસ્પિટલમાં દરરોજ સરેરાશ 94 લોકોને હૃદયની સમસ્યાને કારણે દાખલ કરવા પડે છે. આ સિવાય દરરોજ સરેરાશ 640 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે.

    બીજી તરફ શિયાળાને પગલે શ્વાસની સમસ્યાના દર્દીમાં વધારો થયો છે. ગયા વર્ષે શ્વાસની સમસ્યાના 15,027 દર્દી હતા અને તે હવે 16.30% વધીને 17,476 દર્દી થયા છે. આ વર્ષના પ્રારંભે કડકડતી ઠંડીને પગલે શ્વાસની ઈમરજન્સી ત્યારે વધારે જોવા મળી હતી. જોકે, હવે ઠંડીની વિદાય સાથે જ શ્વાસની સમસ્યાના દર્દીમાં ઘટાડો થાય તેમ નિષ્ણાતોનું માનવું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026
    રાજકોટ

    Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    July 16, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026

    Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ

    July 16, 2026

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026

    Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.