Morbi, તા.26
મૂળ વાંકાનેરના સિંધાવદર ગામના અને હાલમાં પીપળીયા રાજ ગામે ઈકબાલભાઈ દેખાવાડિયાના મકાનમાં રહેતા આસ્તાનાબેન મહમદફયાઝ શેરસીયાની એક વર્ષની દીકરી આઈસાબેન શેરસીયા પોતાના ઘરની અંદર સેટી પલંગ ઉપર ચડીને બારી ઉપર હાથ રાખીને રમતી હતી.
ત્યારે તેને ડાબા હાથે સાપ કરડી ગયો હતો જેથી કરીને તે બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મૃતક બાળકીની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ એમપીના અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્લુ આર્ટ ગ્રેનાઈટો કારખાના ક્વાર્ટરમાં રહેતા મહેશભાઈ નારસિંહ પરમાર (23)ને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તે યુવાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

