Ahmedabadતા.18
ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશન દ્વારા નક્કી કર્યાં મુજબ દરેક રાજયમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન માટે બનાવે કઠોર નિયમોને અને આ કડક નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8માં પગારપંચમાંથી દુર કરવાની માંગણી સાથે ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ સરદાર બાગ, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના માસ ધારણા નું તા.13.02.2026ના 11 થી 13 વાગ્યા સુધીના AIBDPA, BDPA અને અન્ય સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો.અમદાવાદના એસોસિએશન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન ને ઉદેશી સીવીલીયન પેન્શનર્સ સહી એકત્ર કરાવી તા.13.02.2026ના 4.30 વાગ્યે કલેકટર અમદાવાદને આગેવાનો દ્વારા આવેદનપત્ર મોકલ માટે સુપરત કરવામાં આવેલ. ભરતભાઈ પટેલ રાજ્ય સરકારના પેન્શનર્સ એસોસીએશનના ફેડરેશનના ઉપપ્રમુખએ ટેકો જાહેર કરેલ છે અને 11.30 વાગ્યે ધરણાને સંબોધન કરેલ અને ટેકા ખાત્રી આપેલ.
જેસીએમ સ્ટાફ સાઈડ તરફથી કોઈ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તો તેમાં જોડાઈ પ્રોગ્રામ સફળ બનાવવો અને માર્ચના પ્રથમ અઠવાડિયામાં FCPAના આગેવાનોની મીટીંગમાં ભાવી કાર્યક્રમો નક્કી થાય તે કાર્યક્રમનો અમલ કરવાની જાહેરાત મનુભાઈ ચનિયારા FCPA ગુજરાતના સંયોજક અને AIBDPAના ગુજરાતના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ કવાટરના વાઈસ પ્રેસિડેન્ટ જણાવેલ AIBDPA મનુભાઈ ચનિયારા, એન.એન.પટેલ, એ.જે. ગોસાઈ, વી.કે.પંડયા, જે. ટી.સંઘવી BDPA ના ડી.ડી.મિસ્ત્રી, એ.એન.પટેલ, આર. સી. શર્મા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો.ના પી.પી.ગામી, યુ,કે.નાઈર, પી એન્ડ ટી તથા અન્ય પેન્શનર્સ એશોના બી.એમ.માળી, એસ. બી. પટેલ, જયંત પંચાલ વિગેરે પેન્શનર્સ જોડાયા હતા.

