Gondal તા. 6
ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓને લઇને ’ગરમ’ ગણાતાં ગોંડલ માં ભારે ઉતેજના સર્જાઇ છે. આ ચુંટણીમાં આપની એન્ટ્રી થવાથી ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતાઓ વધી છે. ભાજપ દ્વારા ઉમેદવારો ની લેવાયેલી સેન્સ પ્રક્રીયા માં નગરપાલિકા ની 44 બેઠકો માટે 180 જેટલા ટીકીટ વાચ્છુઓ એ દાવેદારી નોંધાવી હતી.ભાજપ દ્વારા તે પૈકી 44 ઉમેદવારોની પસંદગી કરી સંભવિત તા.6 સોમવાર અથવા મંગળવારે ઉમેદવારોની યાદી જાહેર કરનાર છે.
ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ કહ્યુ કે રોટેશન ને ધ્યાને લઇ તમામ સમાજને પ્રતિનિધિત્વ મળી રહે તે રીતે ઉમેદવારોની પસંદગી કરાઇ છે.તેમણે દાવો કર્યો હતો.કે ભાજપ ગત ચુંટણીનું પુનરાવર્તન કરી પાલીકાની તમામ 44 બેઠકો જીતશે.
બીજી બાજુ મુખ્ય હરીફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી થઇ ગયાનું જણાવાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ બુટાણી એ જણાવ્યું કે કોંગ્રેસ તમામ બેઠકો પર ચુંટણી લડશે.ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરાશે.જેથી ભાજપ દ્વારા ઉમેદવારો માં તોડફોડ કરી ના શકાય.
તેમણે કહ્યુ કે કોંગ્રેસ જોમ અને જુસ્સાથી ચુંટણી લડશે. આ બાજુ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ચુંટણીઓ લડવાની દાવેદારી નોંધાવી છે. આપનાં નેતા જીગીશાબેન પટેલે કહ્યુ કે અમે માત્ર નગરપાલિકા જ નહી પણ તાલુકા જિલ્લા પંચાયત ની ચુંટણીઓ પણ લડીશું.ઉમેદવાર પસંદગીની પ્રક્રીયા પુર્ણ થઇ ચુકી છે. કોઈ ભાંગફોડનાં થાય એટલે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરીશું.
ગોંડલમાં ગત ચુંટણીઓમાં નગરપાલિકાની 44,તાલુકા પંચાયત ની 22 તથા જીલ્લા પંચાયત ની 5 તમામ બેઠકો ભાજપે બહુમત સાથે કબ્જે કરી વિપક્ષ નો સફાયો કર્યો હતો.આ ચુંટણીઓ માં પુનરાવર્તન થશે કે પરિવર્તન એ આગામી સમય બતાવશે.

