Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને
    • Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર May Monthની શરૂઆત રોમાંચક રહેશે: ઘણી મોટી ફિલ્મો અને Series રિલીઝ થશે
    • Sanjay Kapoorના બેંક ખાતા ફ્રીઝ, Karishma Kapoorના સંતાનોને Courtમાંથી રાહત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું
    રાષ્ટ્રીય

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્લે ક્રેશની આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે

    New Delhi, તા.૧૨

    ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર એરપોર્ટ પરથી ટેકઓફ થતાની સાથે જ થોડીક જ સેકન્ડ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેઘાણીનગર સ્થિત ધડાકાભેર એક બિલ્ડિંગને અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.

    પ્રાથમિક તપાસમાં ફ્લાઈટના એન્જીનમાં ટેકનીકલ ખામી હોવાનું અને ફ્લાઈટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો સામે આવી છે. ઘટનામાં મૃત્યુઆંકની હાલ કોઈ પુષ્ટી થઈ નથી. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે, જો કે તે અંગે પુષ્ટી થઈ નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઉભી કરી દીધા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેકઓફ અને લેન્ડિંગ વખતે બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ ૧૦૯ ઘટના બની છે, જેમાં ૩૭ ઘટના ટેકઓફ વખતે થઈ છે.

    ભારતમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો ઈતિહાસ છે. આવી ઘટનાઓ હંમેશા ટેકનીકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે.

    ૧૪/૦૬/૧૯૭૨ – દિલ્હી એરપોર્ટ પાસે વિમાન ક્રેશ, ૮૨ના મોત : વર્ષ ૧૯૭૨માં જાપાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૧૭ નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, જોકે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૮૨ લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફૉલ્સ ગ્લાઈડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.

    ૩૧/૦૫/૧૯૭૩ – દિલ્હીના પાલમ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, ૬૫ના મોત : વર્ષ ૧૯૭૩માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ  નંબર-૪૪૦ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતા મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન એરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ૬૫ મુસાફરો સવાર હતા, જેમાંથી ૪૮ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.

    ૧૨/૧૦/૧૯૭૬ – મુંબઈમાં વિમાનનું એન્જીન ફેલ, ૯૫ના મોત : વર્ષ ૧૯૭૬માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૭૧નું એન્જીન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ ૯૫ મુસાફરોના મોત થયા હતા.

    ૦૧/૦૧/૧૯૭૮ – મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, ૨૧૩ના મોત : મુંબઈના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાનું બોઈંગ ૭૪૭ એટલે કે ફ્લાઈટ નંબર-૮૫૫ ટેકઓફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ ૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.

    ૧૯/૧૦/૧૯૮૮ – અમદાવાદના એરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, ૧૩૫ના મોત : અમદાવાદમાં અગાઉ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૧૩ ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં ૧૩૫ લોકો સવાર હતા, જેમાંથી ૧૩૩ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.

    ૧૨/૧૧/૧૯૯૬ – બે વિમાનો સામસામે અથડાતા ૩૪૯ લોકોના મોત : વર્ષ ૧૯૯૬માં ભારતના ઈતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઈટો આકાશમાં જ સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં ૩૪૯ લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વના સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.

    ૧૭/૦૭/૨૦૦૦ – પટણા એરપોર્ટ, ૬૦ લોકોના મોત : વર્ષ ૨૦૦૦માં એલાઈન્સ એરની ફ્લાઈટ નંબર-૭૪૧૨ લેન્ડિંગ વખતે પટણાના એરપોર્ટ પર ક્રેશ થઈ ઘઈ હતી. પાઇલટે ફ્લાઈટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં ૬૦ લોકોના મોત થયા હતા.

    ૨૨/૦૫/૨૦૧૦ – કર્ણાટક એરપોર્ટ પર ફ્લાઈટ રન-વે પર લપસી જતા ક્રેશ, ૧૫૮ના મોત : એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ નંબર-ૈંઠ-૮૧૨ કર્ણાટકના મંગલૌર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ૧૫૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.

    ૦૭/૦૮/૨૦૨૦ – કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, ૧૮ના મોત : એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર ૈંઠ-૧૩૪૪ વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઈટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટના રન-વે પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઈટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત ૧૮ લોકોના મોત થયા હતા.

    ૨૮/૦૧/૨૦૨૩ – મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા : વર્ષ ૨૦૨૩માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઈટર જેટ્‌સ સુખોઈ અને મિરાજ-૨૦૦૦ આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.

    Ahmedabad in 1988 Plane-Crashed
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Governmentની Mobile આધારીત New Disaster Alert Systemનું Trial

    May 2, 2026
    રાષ્ટ્રીય

    MP Sandeep Pathakની Punjab Police ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    May 2, 2026
    રાષ્ટ્રીય

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ: IMDનું એલાન

    May 1, 2026
    રાષ્ટ્રીય

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા

    May 2, 2026

    પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.