રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ ’બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ગભરાટ સાથે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય શેરબજારમાં ઊંચી વોલેટિલિટી અને નબળા સેન્ટિમેન્ટ બન્યા છે અને ખાસ કરીને વૈશ્વિક તણાવ અને પશ્ચિમ એશિયામાં વધતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીથી બજારમાં બેરિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે રોકાણકારોનો એક નોકરિયાત વર્ગ મોટી તેજીની આશાએ મ્યુચ્યુઅલ ફંડ અને જઈંઙ માં રોકાણ વધારતાં જાય છે એ ખરેખર આશ્ચર્યજનક ઘટના ગણાવી શકાય.
સપ્તાહ દરમિયાન શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ તરીકે નોંધાયો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સાથે કોમોડિટી માર્કેટમાં પણ મોટો કડાકો નોંધાયો જો કે અંતિમ સેશન્સમાં ડીઆઈઆઈ સપોર્ટ, વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગના કારણે બજારમાં લાઇટ બુલિશ રિકવરી જોવા મળી.
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામને ટ્રમ્પે બેમુદ્દત લંબાવ્યા છતાં હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બન્ને પક્ષોએ કાયમ રાખીને એકબીજાના જહાજોને અટકાવવાના પ્રયાસો કરતાં રહેતાં વિશ્વ પર હજુ ફયુલ અછતનું સંકટ કાયમ રહેતાં અને ફરી યુદ્વની સ્થિતિમાં પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે ક્રુડ ઓઈલના ભાવ વધતાં વૈશ્વિક બજારોમાં પણ આજે નરમાઈ રહી હતી.
ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી ભાવ વધારો અનિવાર્ય બની જવાના અહેવાલો વહેતાં થતાં ઓટો શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ મોટું ધોવાણ નોતર્યું હતું જો કે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. રિયાલ્ટી શેરો સાથે આઈટી-સોફ્ટવેર શેરો પણ ભારે ઘટાડા સાથે તૂટયા હતા.
સેન્સેક્સ
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં શરૂઆતમાં જ ભારે વેચવાલી જોવા મળી હતી અને સાપ્તાહિક ઇન્ડેક્સ સરેરાશ ૮૩૫ પોઈન્ટથી વધુ તૂટી ૭૭,૦૦૦ ની સપાટી નજીક આવી ગયો હતો. બેંકિંગ, ઓટો અને આઈટી સ્ટોક્સમાં ભારે દબાણના કારણે ઇન્ડેક્સ પર સતત પ્રેશર રહ્યું હતું.
નિફ્ટી ફ્યુચર
નિફ્ટી એ મહત્વપૂર્ણ ૨૪૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી નીચે ટ્રેડિંગ કર્યું હતું, જે બજારમાં નબળા સેન્ટિમેન્ટનું સૂચક છે. આ સપ્તાહનો સૌથી મહત્વપૂર્ણ દિવસ બ્લેક ફ્રાઈડે તરીકે રહ્યો, જેમાં બજારમાં પેનિક સેલિંગ જોવા મળી હતી.
સેન્સેક્સમાં ૮૩૫+ પોઈન્ટનો કડાકો અને નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે ટ્રેડિંગ એ રોકાણકારોના ભયનું પ્રતિબિંબ હતું. ગોલ્ડમાં ₹૧૦૧૧નો ઘટાડો અને સિલ્વરમાં પણ ₹૨૩૧૩ નો ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે સેફ હેવન એસેટ્સમાં પણ વેચવાલી થઈ હતી.
વૈશ્વિક પરિબળો
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલે વૈશ્વિક બજારોમાં ભારે અનિશ્ચિતતા ઊભી કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી ચાલુ રહેતા ઊર્જા સપ્લાય અંગે ચિંતાઓ વધી છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમરૂપ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત રહેતા અને વાટાઘાટો અટવાઈ જતા રોકાણકારો રિસ્ક ઓફ મોડમાં ગયા છે.
વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા ઊંઘજઙઈં ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી વૈશ્વિક મોંઘવારીના જોખમો વધ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને મંદીનો ભય રોકાણકારોને સાવચેત બનાવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજકીય અનિશ્ચિતતા બજારમાં વોલેટિલિટી વધારવાનું મુખ્ય કારણ બની રહી છે.
સ્થાનિક પરિબળો
એફઆઈઆઈદ્વારા સતત વેચવાલી બજાર માટે સૌથી મોટું નકારાત્મક પરિબળ રહ્યું છે. રૂપિયામાં નબળાઈ અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોના વિશ્વાસને અસર કરે છે. ડીઆઈઆઈ દ્વારા ખરીદી છતાં બજારમાં સંપૂર્ણ સપોર્ટ મળ્યો નથી.
સેક્ટરવાઇઝ મૂવમેન્ટ
ઓટોમોબાઈલ સેક્ટરમાં ભારે ઘટાડો નોંધાયો, કારણ કે ઇંધણના ભાવ વધવાની શક્યતા છે ઉપરાંત બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં એચસીએલ ટેકનોલોજીના નબળા પરિણામ અને ગાઈડન્સના કારણે હેમરિંગ થયું હતું અને ટેકનોલોજી ના તમામ શેરોમાં ભારે કડાકા સાથે મંદીનો માહોલ સર્જાયો હતો. રિયલ્ટી અને કન્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર દબાણ હેઠળ રહ્યા હતા. ઓઈલ ગેસ સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી હતી. જ્યારે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત તેજી અને કેપિટલ ગુડ્સ તથા પાવર સેક્ટરમાં વેલ્યુ બાયિંગ જોવા મળ્યું હતું.
તેજી તરફી કારણો
તેજી તરફી માહોલ બનતા હજુ ઘણો સમય થશે તેવું લાગી રહ્યું છે કારણ કે વૈશ્વિક નેગેટિવ સમાચારો સાથે સ્થાનિક પરિબળો પણ બજારને સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં છે અને હજુ પણ આગામી દિવસોમાં આ બન્ને પરિબળો કેવો વળાંક લે છે તે નિશ્ચિત છે. ડિફેન્સિવ સેક્ટરમાં રોકાણકારોની રસદારી યથાવત છે. સ્થાનિક ફંડોની શોર્ટ કવરિંગથી બજારમાં ક્યારેક રિકવરી જોવા મળી રહી છે પણ તે લાંબો સમય સુધી ટકી શકતી નથી. માત્ર રોકાણકારો માટે લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ હજુ મજબૂત છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી.
મંદી તરફી કારણો
વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ, એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી, નબળા કોર્પોરેટ પરિણામો (ખાસ કરીને આઈટી સેક્ટર), ટેકનિકલ સપોર્ટ લેવલ તૂટવા વગેરે પરિબળો બજારના માહોલ ને નબળાં બનાવી આપે છે. લિકવિડીટીનો અભાવ બજારને વધારે નેગેટિવ ઝોનમાં લઈ જઈ શકે છે.
એફઆઈઆઈ/ડીઆઈઆઈ પ્રવૃત્તિ
સપ્તાહ દરમિયાન એફઆઈઆઈ સતત વેચવાલી કરતા રહ્યા, જેના કારણે બજારમાં દબાણ વધ્યું હતું. ડીઆઈઆઈ દ્વારા ખરીદી બજારને તળિયે સપોર્ટ આપતી રહી હતી, પરંતુ તે સંપૂર્ણ રિકવરી માટે પૂરતી નહોતી.
કોમોડિટી મૂવમેન્ટ
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી બજારમાં નકારાત્મક અસર જોવા મળી હતી. મેટલ્સમાં નબળાઈ અને અંતે મર્યાદિત સુધારો નોંધાયો હતો.
ગોલ્ડ
કોમોડિટી ગોલ્ડમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો નોંધાયો હતો અને ભાવ અંદાજીત ₹૧,૫૦,૯૪૫ સુધી આવ્યા હતા. ડોલર મજબૂત થતા ગોલ્ડ પર દબાણ રહ્યું હતું.
સિલ્વર
સિલ્વરમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને ભાવ ₹૨,૪૦,૦૮૭સુધી નીચે આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ માંગની ચિંતા સેન્ટિમેન્ટ તેની પાછળના મુખ્ય કારણો રહ્યા
ભાવિ દિશા
આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે અને જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે. ટૂંકા ગાળામાં બજાર વોલેટાઇલ અને નબળું રહી શકે છે.
મિત્રો, આગામી રૂખ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરશે એ ના ભૂલવું જોઈએ. ગત સપ્તાહે બજાર મુખ્યત્વે બેરિશ ટ્રેન્ડમાં રહ્યું જેમાં બ્લેક ફ્રાઈડેના ભારે કડાકાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ અને પોર્ટફોલિયોને ગંભીર રીતે અસર કરી હતી. આગામી દિશા માટે વૈશ્વિક પરિબળો અને એફઆઈઆઈ પ્રવૃત્તિ સૌથી મહત્વપૂર્ણ રહેશે. સાવધાની વર્તી તબક્કાવાર નફો બુક કરવો જરૂરી છે લાંબી પોઝિશન ક્યારેક મોટું નુકશાન નોતરી શકે છે.
ફયુચર રોકાણ
(૧) ગોદરેજ પ્રોપર્ટીઝ (૧૭૭૭) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેકટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૪ થી રૂ.૧૮૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) અદાણી એનર્જી સોલ્યુશન્સ (૧૪૧૬) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) અદાણી ગ્રીન એનર્જી (૧૨૩૦) : રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) ભારતી એરટેલ (૧૮૧૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ-સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૦૩ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) અદાણી પોર્ટ (૧૫૮૭) : રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) ટેક મહિન્દ્રા (૧૩૬૪) : કોમ્પ્યુટર્સ સોફટવેટર અને કન્સલટીંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૨૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) સેમિન્ડિયા પ્રોજેકટસ (૬૪૪)ઃ A /T+1ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૫૭ થી રૂ.૬૬૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) સિન્જીન ઇન્ટરનેશનલ (૪૨૧)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૩૭ થી રૂ.૪૪૫ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) વરૂણ બેવરેજીસ (૪૮૫)ઃ રૂ.૪૭૦ નો પ્રથમ તેમજ રૂ.૪૬૪ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૯૭ થી રૂ.૫૧૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) KPI ગ્રીન એનર્જી (૪૪૭)ઃ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૮ થી રૂ.૪૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૪૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) સેલો વર્લ્ડ (૪૧૯) : રૂ.૩૯ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) ઝાયડ્સ વેલનેસ (૪૮૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ. ૪૭૦ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૯૭ થી રૂ.૫૦૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ITC લમિટેડ (૩૦૨) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૧૩ થી રૂ.૩૧૯ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) ACME સોલર હોલ્ડિંગ્સ (૩૦૩) :ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૮૦ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)આઇનોકસ વિન્ડ (૯૭) : હેવી ઇલેકટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૬ થી રૂ.૧૧૨ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) બજાજ હાઉસિંગ ફાઇનાન્સ (૮૭) :ડિલેવરી બેઇઝ રોકાણકારે હાઉસિંગ્ ફાઇનાન્સ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂા.૮૦ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની ભાવ સપાટી નોંધાવશે… !!!
(૩) ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ (૮૫) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટીવી બ્રોડકાસ્ટિંગ અને સોફટવેર પ્રોડકશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂા.૮૯ થી રૂ.૯૪ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ડેલ્ટા કોર્પ લિમિટેડ (૭૯) : રૂ.૭૩ ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૩ થી રૂ.૮૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
ભારતનું અર્થતંત્ર ૨૦૨૬માં ૬.૪ ટકા, ૨૦૨૭માં ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે…!!!
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૬માં ૬.૪ ટકા અને ૨૦૨૭માં ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે.સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ ફોર એશિયા એન્ડ ધ પેસિફિકના અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના અર્થતંત્રોમાં ૨૦૨૫માં ૫.૪ ટકાનો વધારો થયો હતો, જે ૨૦૨૪માં ૫.૨ ટકા હતો, જે મુખ્યત્વે ૨૦૨૫માં ભારતના ૭.૪ ટકાના મજબૂત વિકાસને કારણે થયો હતો.અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે મજબૂત ગ્રામીણ વપરાશ, માલ અને સેવાઓ કરમાં ઘટાડો અને યુનાઇટેડ સ્ટેટ્સના ટેરિફ પહેલાં નિકાસમાં વધારો ભારતના મજબૂત વિકાસને ટેકો આપે છે.જોકે, ઓગસ્ટ ૨૦૨૫ માં ૫૦ ટકા ટેરિફ લાગુ થયા પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે ઈઢ૨૦૨૫ ના બીજા છ મહિનામાં આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે સેવાઓ વૃદ્ધિનું મુખ્ય પ્રેરક બળ રહ્યું છે. અહેવાલમાં ઉમેર્યું હતું કે ભારતમાં ફુગાવો ૨૦૨૬ માં ૪.૪ ટકા અને ૨૦૨૭ માં ૪.૩ ટકા રહેવાની આગાહી છે.અહેવાલમાં નોંધાયું છે કે ૨૦૨૪ માં ૦.૬ ટકાના વધારા પછી, વેપાર તણાવ અને ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે વિકાસશીલ એશિયન અને પેસિફિક અર્થતંત્રોમાં ઋઉઈં પ્રવાહમાં ઘટાડો થયો છે. ૨૦૨૫ માં આ ક્ષેત્રમાં ઋઉઈં ૨ ટકા ઘટ્યો છે, જ્યારે વૈશ્વિક પ્રવાહમાં ૧૪ ટકાનો વધારો થયો છે.‘‘એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ગ્રીનફિલ્ડ ઋઉઈંનો સૌથી મોટો હિસ્સો ભારત, ઓસ્ટ્રેલિયા, કોરિયા પ્રજાસત્તાક અને કઝાકિસ્તાન હતા જેમણે અનુક્રમે ૫૦ બિલિયન, ૩૦ બિલિયન, ૨૫ બિલિયન અને ૨૧ બિલિયનનું રોકાણ જાહેર કર્યું હતું,‘‘ અહેવાલમાં જણાવાયું છે.વિદેશમાં કામ કરતા એશિયન અને પેસિફિક કામદારોએ તેમના વ્યક્તિગત રેમિટન્સમાં વધારો કર્યો, નબળી સ્થાનિક રોજગાર પરિસ્થિતિઓની અસરને ઓછી કરી અને ઘરગથ્થુ વપરાશ ટકાવી રાખવામાં મદદ કરી. લગભગ ૪૦ ટકા રેમિટન્સનો ઉપયોગ ભારત અને ફિલિપાઇન્સમાં તબીબી ખર્ચ જેવા આવશ્યક ખર્ચ માટે થાય છે. જોકે, ૨૦૨૪ માં વિશ્વના સૌથી મોટા ૧૩૭ બિલિયન રેમિટન્સ પ્રાપ્તકર્તા તરીકે, ભારતને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી શકે છે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે જાન્યુઆરી ૨૦૨૬ થી તમામ રેમિટન્સ પર ૧ ટકાનો કર લાદ્યો છે,‘‘ તે જણાવે છે.અહેવાલમાં ભારતની ઉત્પાદન-સંકળાયેલ પ્રોત્સાહન યોજનાની પ્રશંસા કરવામાં આવી છે, જે સૌર ફોટોવોલ્ટેઇક, બેટરી અને ગ્રીન હાઇડ્રોજનના સ્થાનિક ઉત્પાદન માટે પ્રોત્સાહનો દ્વારા ગ્રીન ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતી મેક્રોઇકોનોમિક નીતિના પુરાવા તરીકે છે.
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે RBI વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે…!!!
ભારતીય રિઝર્વ બેંક પશ્ચિમ એશિયાના સંઘર્ષના પરિણામો પર નજીકથી નજર રાખી રહી છે અને વ્યાજ દરોના ભાવિ માર્ગ પર કોઈ ચોક્કસ પ્રતિબદ્ધતા નહીં આપે, એમ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે લાંબા સમય સુધી પુરવઠામાં વિક્ષેપો ફુગાવાને ભારતના વ્યાપક ભાવ સ્તરમાં સમાવિષ્ટ કરવાનું જોખમ ધરાવે છે. યુ.એસ.માં પ્રિન્સટન યુનિવર્સિટી ખાતેના પોતાના ભાષણમાં, મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ચાલુ સંઘર્ષ ભારતીય અર્થતંત્ર માટે સીધો ખતરો છે કારણ કે દેશના વેપારમાં આ પ્રદેશની મોટી ભૂમિકા છે. વધુમાં, પશ્ચિમ એશિયા ભારતની નિકાસનો લગભગ છઠ્ઠો ભાગ, તેની આયાતનો પાંચમો ભાગ, તેની ક્રૂડ ઓઇલ આયાતનો અડધો ભાગ, તેની ખાતરની આયાતનો બે-પાંચમો ભાગ અને લગભગ બે-પાંચમો ભાગ આવક મોકલે છે, તેમના મતે,‘‘બીજા રાઉન્ડની અસરો વાસ્તવિક ચિંતા છે,‘‘ તેમણે જણાવ્યું. આરબીઆઇ ગવર્નરે ચેતવણી આપી હતી કે જો વિક્ષેપો ચાલુ રહે તો પુરવઠાના આંચકા તરીકે જે શરૂ થાય છે તે સામાન્ય ભાવ સ્તરમાં સમાવિષ્ટ થઈ શકે છે.તેમણે સંકેત આપ્યો કે સેન્ટ્રલ બેંક દરો પર આગળ વધવા માટે ઉતાવળમાં નથી. અમે રાહ જુઓ અને જુઓ‘‘ ની સ્થિતિમાં છીએ, તેમણે કહ્યું.નાણાકીય નીતિ સમિતિ ડેટા-આધારિત રહેશે અને જોખમોના સંતુલનનું સતત પુનર્મૂલ્યાંકન કરશે. ખઙઈ એ જૂન ૨૦૨૫ થી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે, તે વર્ષના ફેબ્રુઆરીથી ૧૨૫ બેસિસ પોઈન્ટના સંચિત દર ઘટાડા પછી.
મલ્હોત્રાએ વિદેશી વિનિમય બજારોમાં આરબીઆઇના હસ્તક્ષેપનો બચાવ કર્યો હતો જ્યારે ભાર મૂક્યો હતો કે બેંકે ભારતીય રૂપિયા પર અનિવાર્ય પેગ માટે પ્રતિબદ્ધતા દર્શાવી નથી, જે માર્ચમાં સંઘર્ષ ફાટી નીકળ્યા પછી ચાર ટકાથી વધુ ઘટ્યો હતો.વધુમાં, ભારતનો વિદેશી વિનિમય અનામત ૭૧૦ બિલિયન છે, જે ૧૧ મહિનાથી વધુ આયાતને આવરી લે છે. મલ્હોત્રાએ યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ અને સેન્ટ્રલ બેંકના ડિજિટલ ચલણ પાઇલટ પર પ્રગતિનો ઉલ્લેખ કરીને આરબીઆઇના વિકાસલક્ષી કાર્યસૂચિ પર પણ પ્રકાશ પાડ્યો.ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૃદ્ધિ અંગે, છઇઈં ગવર્નરે જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એ ફક્ત માર્ચ મહિનામાં જ ૨૨ અબજથી વધુ વ્યવહારો રેકોર્ડ કર્યા હતા, અને ઉમેર્યું હતું કે સેન્ટ્રલ બેંક હવે યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ વિકસાવી રહી છે જેથી નાના ખેડૂતો અને વ્યવસાય માલિકો માટે તાત્કાલિક ધિરાણની સુવિધા શક્ય બને.
વધુમાં, તેમણે કહ્યું કે સરકારનો રાજકોષીય ખાધ-થી જીડીપી ગુણોત્તર ૨૦૨૦-૨૧ માં ૯.૨ ટકાથી ઘટીને ૨૦૨૫-૨૬ માં ૪.૪ ટકા થયો છે.તેમણે કહ્યું કે ભારતનો સામાન્ય સરકારી દેવા-થી-જીડીપી ગુણોત્તર ૨૦૨૪-૨૫ માં ૮૧.૧ ટકા હતો તે વાજબી હતો, નોંધ્યું હતું કે જર્મની અને રશિયા સિવાય, યુએસ ડોલરના સંદર્ભમાં નોમિનલ જીડીપી દ્વારા વિશ્વના ટોચના ૧૦ અર્થતંત્રોમાંથી મોટાભાગનામાં ભારત કરતા વધારે દેવા ગુણોત્તર હતો.
૮માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂપિયા ૬૯,૦૦૦ કરવાનો પ્રસ્તાવ!!!
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઠમા પગાર પંચને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઈડ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને ૬૯ હજાર રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે. આ દરખાસ્ત ૧૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે, તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને ૩ યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને ૫ યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ, કર્મચારી પોતે ૧ યુનિટ, પતિ કે પત્ની ૧ યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા-પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે, અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા નહોતા.
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ ૧૩ ટકા રહેવાનો અંદાજ!!!
કેપેક્સ (મૂડી ખર્ચ)માં પુનરૂત્થાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગને કારણે વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ ૧૩ ટકા સુધી રહેવાનો અંદાજ છે. બેંકોના જણાવ્યા અનુસાર, આ વૃદ્ધિ ખૂબ ઝડપી નહીં પણ સ્થિર રહેશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સર્વે મુજબ, ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન ઔદ્યોગિક ધિરાણમાં ૯ થી ૧૩ ટકાનો વધારો જોવા મળી શકે છે. જોકે, આ વૃદ્ધિમાં કોઈ મોટો ઉછાળો આવવાની અપેક્ષા નથી. તેના બદલે, મૂડી ખર્ચમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર અને વિવિધ ક્ષેત્રોમાં માંગ સુધરવાને કારણે ધીમો પણ સ્થિર વિકાસ જોવા મળશે. સર્વેમાં વિવિધ પ્રકારની બેંકો માટે અલગ-અલગ અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્મોલ ફાઇનાન્સ અને કો-ઓપરેટિવ બેંકોમાં ધિરાણ વૃદ્ધિ ૭-૯% ની આસપાસ રહેવાની ધારણા છે, જે તેમનો સાવધાનીનો અભિગમ દર્શાવે છે.જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. સુધરેલી એસેટ ક્વોલિટી અને મજબૂત મૂડી ભંડોળને કારણે તેઓ ઉચ્ચ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જયારે ખાનગી બેંકો પસંદગીના ક્ષેત્રોમાં વૃદ્ધિ અને જોખમ વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશે.
૮માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂપિયા ૬૯,૦૦૦ કરવાનો પ્રસ્તાવ!!!
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઠમા પગાર પંચને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઈડ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને ૬૯ હજાર રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે. આ દરખાસ્ત ૧૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે, તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને ૩ યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને ૫ યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ, કર્મચારી પોતે ૧ યુનિટ, પતિ કે પત્ની ૧ યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા-પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે, અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા નહોતા.

